ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલીના ૧૧ ખેડૂતોએ ૧૧ ખેત પેદાશોની ભેટ આપી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલીના ૧૧ ખેડૂતોએ ૧૧ ખેત પેદાશોની ભેટ આપી
Spread the love

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલીના ૧૧ ખેડૂતોએ ૧૧ ખેત પેદાશોની ભેટ આપી વધાવ્યા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી પ્રસંગે અમરેલી જિલ્લાના બગસરા ખાતે પધાર્યા છે, ત્યારે ભવ્ય મંદિરના પ્રાંગણમાં મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણીના ૮માં દિવસે યોજાયેલ સમારોહમાં રાજ્યપાલશ્રીને તેમના જન્મદિને અમરેલીના ૧૧ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ ૧૧ અલગ અલગ ખેત પેદાશોની ભેટ આપી હતી.
રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના પ્રેમને તેમજ ખેતી સાથે સંકળાયેલ તેમના જીવનને ધ્યાનમાં લઈને તેમને આપવાની શ્રેષ્ઠ ભેટ પ્રાકૃતિક ખેતપેદાશ જ હોઈ શકે તેવા ઉમદા વિચારથી આ ખેત પેદાશો આપીને રાજ્યપાલશ્રીને તમામ ખેડૂતો વતી અમરેલીના ૧૧ ખેડૂતોએ જન્મદિને દીર્ઘ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
બગસરા તાલુકાના સુડાવાડ, કુંકાવાવના અમરાપુર, લીલીયાના ગોઢાંવદર, લાઠીના લુવારીયા, બાબરાના લુણકી, લાઠી, રાજુલાના નાના ચારોડીયા, અમરેલી તાલુકાના નાના આકડિયા, ખાંભાના નાના માલકનેશ વગેરે ગામોના ખેડૂતોએ કાચરી, કાંગ, બંસી-સોનામોતી ઘઉં, અજમો, અળસી, સરગવા ટેબ્લેટ અને પાવડર, દેશી મગ, બાજરો, રાજગરો, મરચું પાવડર, જીરું વગેરે પ્રાકૃતિક કૃષિ પેદાશો આપીને રાજ્યપાલશ્રીના જન્મદિને નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240118-WA0072.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!