શક્તિપીઠ અંબાજી આજ “રામમય” બન્યું : ભવ્ય રેલી નું આયોજન કરાયું

શક્તિપીઠ અંબાજી આજ “રામમય” બન્યું : ભવ્ય રેલી નું આયોજન કરાયું
Spread the love

*શક્તિપીઠ અંબાજી આજ “રામમય” બન્યું……

*અંબાજી ખાતે ભવ્ય રેલી નું આયોજન કરાયું….

*સમગ્ર ગામ માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ ભારે હર્ષોલ્લાસ……

*ગામ માં ઠેર – ઠેર ભગવાન રામ ની ભગવા ધ્વજા લહેરાઈ…..

*અંબાજી ના અલગ – અલગ સ્થળે અલૌકિક ઝાંખીઓ, આદિવાસી નૃત્ય નું આયોજન અને રામ ઝુંપડી નિર્મિત કરાઇ..


ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ અયોધ્યા માં યોજાઈ રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ને લઈ સમગ્ર ગામમાં ભારે હર્ષોલ્લાસ નું વાતાવરણ સર્જાયું છે. સમગ્ર અંબાજી ગામ માં ચારે કોર ભગવાન રામ ની ભગવા ધજા લહેરાઈ રહી છે અને જય શ્રી રામ ના નાદ ની ગૂંજ સમગ્ર અંબાજી નગર માં સંભળાઈ રહી છે.


અયોધ્યા માં રામ મંદિર નિર્માણ અને ભગવાન શ્રી રામ ના સ્થાપન ની હજારો લોકો ની ઈચ્છા હતી, જે સ્વપ્ન હતું તે આજ રોજ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશ માં જાણે દિવાળી જેવો મોટો તહેવાર હોય તેમ સમગ્ર દેશ ના લોકો માં અનેરી ખુશી જોવા મળી રહી છે.જેના અનુસંધાને દેશ ના વિવિધ રાજ્યો માં , ક્યાંક રજા પડી છે તો ક્યાંક રામ લલા ની વિરાજમાન થવાની ખુશી મા લોકો એ સ્વયંભૂ બંધ પાળી,રામ મહોત્સવ માં જોડાયા છે.

અંબાજી ખાતે પણ ભવાની ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ & નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ દાંતા રોડ થી સમગ્ર અંબાજી માં ડી.જે ના તાલે, જય શ્રી રામ ના નારા સાથે ભવ્ય રેલી નું આયોજન કરાયું હતું. તો બપોરે ૩:૦૦ વાગ્યા ના સુમારે રામ મંદિર વિસ્તાર થી એક ભવ્યાતિભવ્ય રેલી નું પણ આયોજન કરાયું છે.જેમાં ડી.જે ના તાલે સમગ્ર અંબાજી નગર માં ભગવાન શ્રી રામ ની નગર યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટા પ્રમાણ માં અંબાજી અને આસપાસ ના વિસ્તાર ના લોકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા.આ ઉપરાંત આદિવાસી આશ્રમ શાળા પરિવાર દ્વારા આદિવાસી બાળકો દ્વારા ઢોલ,વાજિંત્ર સાથે માથે માટલી લઈ આદિવાસી નૃત્ય , અખાડા ના કલાકારો દ્વારા વિવિધ પ્રદર્શનો, ભક્તો દ્વારા ભગવાન શ્રી રામ ની વિવિધ ઝાંખીઓ, અને રામ ઝુંપડી પણ નિર્મિત કરાઇ હતી.ગાયત્રી શક્તિપીઠ ની બહેનો સહિત અંબાજી નગર ના મોટા પ્રમાણ લોકો આ ભવ્ય રેલી ના ભાગ બન્યા હતા.

નગર રેલી બાદ સાંજ ના સુમારે અંબાજી ખાતે આતશબાજી પણ કરવામાં આવશે….

પોષી પૂનમ પર નિર્મિત થતું દૃશ્ય આ વખતે પોષી પૂનમ પહેલા રામ મંદિર ,/ રામ પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે અંબાજી ખાતે જોવા મળ્યું હતું.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!