દિયોદર લક્ષ્મીપુરા યુવા સેના દ્વારા શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

દિયોદર નગરજનોને શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હૈયે ઉમંગ…
દિયોદર લક્ષ્મીપુરા યુવા સેના દ્વારા શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાઇ….
500 વર્ષના યથાક પ્રયત્નો અને બલિદાન પછી, ભગવાન શ્રીરામનું મંદિર તૈયાર થયું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્થે કરવામાં આવ્યું છે જ્યાં 500 વર્ષ ની રાહ જોવડાવ્યા બાદ ભગવાન શ્રીરામ અયોઘ્યા ખાતે 22 જાન્યુઆરી ના રોજ પોતાના નિજ મંદિર ના સિંહાસન પર બિરાજમાન થયા છે. જેમા આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા અને પ્રસંગેને દિપાવવા ઉજવવા માટે બનાસવાસીઓના હૈયે પણ અનેરો ઉમંગ છે જ્યાંરે પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે દિયોદર ખાતે લક્ષ્મીપુરા યુવા સેના દ્વારા પોલીસ ના ચુસ્ત બંદુવસ્ત વચ્ચે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં આ શોભાયાત્રા લક્ષ્મીપુરા પરાવિસ્તાર થી પોલીસ સ્ટેશન રોડ, મેન બજાર, ટેકરા વિસ્તાર, શિહોરી ચાર રસ્તા સહિતના રાજ માર્ગો પર પરિભ્રમણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભકતો ડીજેના તાલે શ્રીરામ જયરામ જય જય રામના નાંદથી ગુંજી ઉઠ્યાતા હતાં જેમાં સમગ્ર માહોલ ભક્તિ ના રંગે રંગાઈ ગયો હતો
રામજી મંદિરની પ્રતિષ્ઠાને લઈ દિયોદર બજાર બંધ રહ્યું…
22 જાન્યુઆરી ના રોજ રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દિયોદર બજાર સઘન બંધ રહ્યુ હતુ જેમાં નાના મોટા તમામ વેપારીઓ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી હિન્દુ એકતાના દર્શન કરાવી પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા.
દિયોદર ગ્રામીણ વિસ્તારમાં પણ શોભાયાત્રા,સમૂહ આરતી ,ભોજન પ્રસાદ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું….
સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જામ્યો હોય એવી જ રીતે ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉમંગ બનાસકાંઠાના જિલ્લાવાસીઓ આ પ્રસંગ ઉજવવા ધેલા બન્યા હતા ત્યારે દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઠેર ઠેર જગ્યાએ શ્રીરામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શોભાયાત્રા ,સમૂહ આરતી ભોજન પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો અને જય શ્રી રામ ના નાંદ થી આકાશ ગુંજી ઉઠ્યું હતું
રિપોર્ટ :- પ્રદીપ સિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300