ખેરગામનાં તલાટી પ્રભાતસિંહ પરમારનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે સન્માન કરવામાં આવ્યું

ખેરગામનાં તલાટી પ્રભાતસિંહ પરમારનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે સન્માન કરવામાં આવ્યું
ખેરગામ : ખેરગામ તાલુકાના વાડ ગામે યોજાયેલી 75 માં પ્રજાસત્તાક પર્વની પર્વની ઉજવણી પ્રસંગે ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
ખેરગામ તાલુકા કક્ષાનાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાડ ગામે આવેલી એમ. સી. એલ. પટેલ હાઈસ્કૂલમાં યોજાઇ હતી. જેમાં તાલુકા મામલતદાર ડી.સી. બ્રાહ્મણકચ્છના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે ખેરગામ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકાના શ્રેષ્ઠ તલાટી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ તલાટી તરીકે પસંદગી થતા ખેરગામના અગ્રણીઓએ પ્રભાતસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300