મહારાષ્ટ્રના ૫૭મા ત્રિદિવસીય નિરંકારી સંત સમાગમનો ભવ્ય શુભારંભ..

મહારાષ્ટ્રના ૫૭મા ત્રિદિવસીય નિરંકારી સંત સમાગમનો ભવ્ય શુભારંભ..
અનેકતામાં એકતાનું અદભૂત દર્શન કરાવતી શોભાયાત્રા સાથે મહારાષ્ટ્રના ૫૭મા ત્રિદિવસીય નિરંકારી સંત સમાગમનો ભવ્ય શુભારંભ..
આત્મા અને પરમાત્માના મિલનથી જ એકત્વ સ્થાપિત થાય છે.
-સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ.
નાગપુર,૨૬ જાન્યુઆરી ૨૦૨૪ મહારાષ્ટ્રના ૫૭મા ત્રિદિવસીય નિરંકારી સંત સમાગમના ભવ્ય શુભારંભના પ્રસંગે માનવતાના નામે આપેલ સંદેશમાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે જીવનમાં જ્યારે પરમાત્માનો બોધ થાય છે ત્યારે આત્મા અને પરમાત્માના મિલનથી જ એકત્વ સ્થાપિત થાય છે અને ત્યાર પછી જ જીવનમાં માનવીય ગુણો આવતા હોય છે.આ ત્રણ દિવસીય ભવ્ય નિરંકારી સંત સમાગમમાં મહારાષ્ટના ખુણે ખુણેથી અને દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં નિરંકારી ભક્તો અને અન્ય પ્રભુપ્રેમીઓ હાજર રહ્યા હતા.
આજના પ્રજાસત્તાક દિવસનો ઉલ્લેખ કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે પ્રજાસત્તાક દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું તેવી જ રીતે જો મનુષ્ય માનવીય ગુણોનું કોઇ બંધારણ બનાવીને તેને પોતાના જીવનમાં અમલમાં લાવે તો વાસ્તવમાં આ મનુષ્ય જીવન જીવવા યોગ્ય બની શકે છે.નફરત અને ભેદભાવ છોડીને અમારે પ્રેમ-નમ્રતા-સમદ્દષ્ટિ જેવા દિવ્ય ગુણોને અપનાવીને વાસ્તવિક મનુષ્ય બનીને એકબીજાનો સત્કાર કરવાનો છે.ફક્ત પુસ્તકો દ્વારા નહી પરંતુ બ્રહ્મજ્ઞાનના દ્વારા સમગ્ર બ્રહ્માંડના કણકણમાં અમારે એક પ્રભુ પરમાત્માને જોઇને માનવતાનો વ્યવહાર કરવાનો છે.
કાર્યક્રમની શરૂઆત પહેલાં સવારે નાગપુરના સુમઠાણા,હિંગણામાં આવેલ મશહૂર મિહાન એસઇઝેડ તથા પાતંજલી ફુડ ફેકટરી પાસેના વિશાળ મેદાનોમાંથી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિતજીના દિવ્ય આગમનના સમયે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ પોતાના હ્રદય સમ્રાટ સદગુરૂનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું તથા બીજી તરફ સંત નિરંકારી મિશનની શિક્ષાઓ ઉપર આધારીત દેશ-વિદેશની અલગ-અલગ સંસ્કૃતિઓના મિલનનું અદભૂત દ્રશ્ય પ્રસ્તુત કર્યું હતું.
શોભાયાત્રા દરમ્યાન દિવ્ય યુગલને ફુલોથી શણગારેલ પાલખીમાં વિરાજમાન કરી વિભિન્ન કલાઓનું પ્રદર્શન કરી સદગુરૂના પાવન આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા. શોભાયાત્રામાં મહારાષ્ટના અનેક શહેરો,ગામડાઓમાંથી આવેલ શ્રદ્ધાળુ ભક્તોએ સદગુરૂ માતાજીના પાવન આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા. મહારાષ્ટના નાગપુર ડોંબિદલી પુના ધુલે અહમદનગર ઔરંગાબાદ મુંબઇ નાસિક સાતારા કોલ્હાપુર સોલાપુર વારસા ક્ષેત્રો સિવાઇ આંધ્રપ્રદેશ છત્તીસગઢ તથા ગુજરાતથી પધારેલ ભક્તોએ વિભિન્ન લોકનૃત્યો દ્વારા બ્રહ્મજ્ઞાન પ્રેમ સેવા અને એકત્વ જેવા વિષયોને પ્રસ્તુત કર્યા હતા.
કાર્યક્રમના પ્રથમ દિવસે રાષ્ટ્રિય સ્વંય સેવક સંઘના સર સંઘસંચાલક આદરનીય ર્ડા.મોહન ભાગવતજીએ પધારી સદગુરૂ માતાજી તથા નિરંકારી રાજપિતાજી સાથે મુલાકાત કરી તમામ નિરંકારી ભક્તોને સત્યરૂપી પરમાત્મા તથા પોતાના સદગુરૂ ઉપર નિષ્ઠા તથા વિશ્વાસ રાખવાની પ્રેરણા આપી હતી.અનેક સંતોએ ભજન ગીત કવિતા અને પ્રવચનોના માધ્યમથી સંત સમાગમના મુખ્ય વિષય સુકૂન (શાંતિ) વિષય ઉપર પ્રવચનો આપ્યા હતા.
રિપોર્ટ : વિનોદભાઈ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300