મહારાષ્ટના ૫૭મા વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં લાખો ભક્તોનો મેળાવળો

મહારાષ્ટના ૫૭મા વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં લાખો ભક્તોનો મેળાવળો..
પ્રભુ પરમાત્માના દર્શન કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.
-સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ.
નાગપુર : નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં નાગપુરના મિહાન એસઇઝેડ વિસ્તારમાં આયોજીત ત્રિદિવસીય મહારાષ્ટના ૫૭મા વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં દેશ-વિદેશના લાખો ભક્તો ઉમટી પડ્યા છે.કાર્યક્રમના બીજા દિવસે પોતાના પ્રવચનમાં સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે પ્રભુ પરમાત્માને ગમે તે નામે પોકારવામાં આવે છતાં બ્રહ્મજ્ઞાનના દ્વારા તેમનાં દર્શન કર્યા બાદ જ વાસ્તવિક ભક્તિની શરૂઆત થાય છે.
સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે નિરાકાર પ્રભુ પરમાત્મા સર્વત્ર સમાયેલા છે,કાયમ-દાયમ રહેનાર છે,અનંત છે,અસિમ છે.તેમના દર્શન કર્યા પછી દરેક સમયે તેમની અનુભૂતિ કરીને દરેક કાર્યોમાં તેમને સામેલ કરીએ છીએ ત્યારે તેમની સાથે પ્રેમનો સબંધ સ્થાપિત થાય છે,ત્યાર પછી જ અમારી અંદર માનવીય ગુણો સહજરૂપમાં આવતા હોય છે અને પછી જ અમારામાં સમગ્ર સંસાર એક પરીવાર તથા વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના આવતી હોય છે.
સદગુરૂ માતાજીએ આગળ કહ્યું હતું કે આત્મા-પરમાત્માના મિલનથી જ એકત્વનો ભાવ ઉત્પન્ન થાય છે જે અમારા જીવનમાં શાંતિ આપે છે કારણ કે બ્રહ્માનુભૂતિથી અમોને એવો બોધ થાય છે કે અમારી વાસ્તવિક ઓળખાણ આ માનવ શરીર નથી પરંતુ આત્મા છે જે આ પ્રભુ પરમાત્માનો સનાતન અંશ છે અને તેની સાથે એકમેક થવાથી જ અમે મોક્ષ કે મુક્તિના હક્કદાર બનીએ છીએ.
સંત સમાગમના બીજા દિવસની શરૂઆત એક પ્રભાવશાળી સેવાદળ રેલીથી થયો હતો.આ સેવાદલ રેલીમાં હજારોની સંખ્યામાં સેવાદલના મહિલા અને પુરૂષ સ્વયંસેવકો પોતાની વર્ધિઓમાં સુસજ્જિત થઇને ભાગ લીધો હતો.સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતા રમિતજીનું રેલીમાં આગમન થતાં જ સંત નિરંકારી મિશનના સેવાદલના અધિકારીઓએ ફુલોના ગુલદસ્તાથી દિવ્ય યુગલનું સ્વાગત કર્યું હતું.ત્યારબાદ સેવાદલ રેલીનું અવલોકન કર્યા બાદ સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે મિશનના શાંતિના પ્રતિક શ્વેત ધ્વજ ફરકાવ્યો હતો.
સેવાદલ રેલીમાં શારીરિક વ્યાયામ સિવાય યોગ,એરિએલ સિલ્કસ,માનવ પિરામિડ,રોપ સ્કીપિંગ તથા અનેક પ્રકારના ખેલકૂદ અને પરાક્રમો પ્રસ્તુત કર્યા હતા તથા મિશનની શિક્ષાઓ ઉપર આધારીત વિભિન્ન ભાષાઓના માધ્યમથી લઘુ નાટિકાઓ પ્રસ્તુત કરી હતી જેના માધ્યમથી ભક્તિમાં સેવાના મહત્વને રજૂ કર્યું હતું.આ પ્રસ્તુતિકરણ નાગપુર મુંબઇ પુના રત્નાગિરી ગડચિરોલી છત્રપતિ સંભાજી નગર,બારામતી રાયગઢ તથા વસઇ વગેરે ક્ષેત્રોના સેવાદલના યુનિટો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
સેવાદલ રેલીને સંબોધન કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે સેવાદલના સદસ્યો પોતપોતાની વર્ધિમાં જ્યાં અને જેવા પ્રકારની જરૂરત હોય ત્યાં પહોંચીને પોતાની સેવાઓ નિભાવે છે.પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં સંત નિરંકારી મિશન તથા સમાજની સેવા કરવામાં તત્પર રહેતા હોય છે.સેવામાં સમર્પણનો ભાવ મુખ્ય હોય છે.
સંત સમાગમમાં આયોજીત ભવ્ય નિરંકારી પ્રદર્શની શ્રદ્ધાળુ ભક્તો તથા સંત સમાગમમાં આવેલ જનસાધારણના આકર્ષણનું કેન્દ્દ બની હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય પ્રદર્શની સિવાય બાળ પ્રદર્શની તથા સ્વાસ્થ્ય તથા સમાજ કલ્યાણ વિભાગની પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી.
નિરંકારી બાળકો દ્વારા વિભિન્ન ર્માડલ,આધુનિક તકનિકી,એનીમેશન વગેરેના આધારે બનાવેલ બાળ પ્રદર્શની જોવા નાગપુર તથા આસપાસની શાળાઓના બાળકોએ સંત સમાગમ પહેલાં જ નિહાળી હતી. જેમાં વર્તમાન યુગના બાળકોના જીવનમાં આવી રહેલ સમસ્યાનું સટીક સમાધાન મિશનની શિક્ષાઓના આધારે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેની તમામ બાળકો અને શિક્ષકોએ પ્રસંશા કરી હતી.
રિપોર્ટ : વિનોદભાઈ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300