વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી શાપર વે.પોલીસ

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી શાપર વે.પોલીસ
શાપર (વેરાવળ) શીવ હોટલ પાસે મોટર સાયકલ સાથે એક ઇસમ પાસેથી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શાપર વેરાવળ પોલીસ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વિભાગ રાજકોટ તથા શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોડલ શ્રી કે.જી.ઝાલા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ શ્રી બી.એલ.રોહીત સાહેબના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્ટેના પો.સબ.ઇન્સ આર.કે.ગોહિલની રાહબરી હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પોસ્ટે વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શાપર વેરાવળ શીવ હોટલ પાસે સર્વીસ રોડ પર થી એક સુઝુકી કંપનીના બુર્ગમેન મોટર સાયકલમા રાખેલ થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી :-
બીંટુ બીરભાન શર્મા જાતે.બ્રામ્હણ ઉવ.૨૩ ધંધો મજુરી રહે ખરક પંડવાન તા.થાના કલાયત જી.કેથલ (હરીયાણા)
→ કબ્જે કરેલ મુદામાલ :-
(૧) બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલની કાચની શીલ પેક બોટલ નંગ-૧૦ કી.રૂ.૨૦,૦૦૦/-
(૨) ૧૦૦ પાઇપર ડીલકસ સ્કોચ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલની કાચની શીલ પેક બોટલો નંગ-૧૦ કી.રૂ.૨૦,૦000/-
(૩) સુઝુકી કંપનીનુ બુર્ગમેન મોટર સાયકલ રજી નં GJ-03-MC-9950 કી.રૂ.૬૦,૦૦0/-
કુલ મુદામાલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-
→ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :–
આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી આર.કે.ગોહિલ તથા એ.એસ.આઇ બ્રીજરાજસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ તુષારસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા મયુરસિંહ જાડેજા તથા ખીમજીભાઇ હુણ પો.કોન્સ લગધીરસિંહ જાડેજા તથા પીયુશભાઇ અઘેરા તથા અલ્પેશભાઇ ડામસીયા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300