શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્રારા “વડીલોની અનુભવ વાણી” ના કાર્યક્રમનું થયેલ આયોજન

શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્રારા “વડીલોની અનુભવ વાણી” ના કાર્યક્રમનું થયેલ આયોજન
બ્રહ્માકુમારી સેન્ટર ખાતે ૬૦ વર્ષથી ઉપરના કોઈ પણ જ્ઞાતિના સીટીઝનો ભાગ લઈ શક્શે
ગોસા(ઘેડ) પોરબંદર : બ્રહ્માકુમારી સેન્ટર ઠક્કરાર હોસ્પિટલ સામે પેરેડાઈઝ વિસ્તાર પોરબંદર ખાતે શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પોરબંદર દ્રારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય પોરબંદરના સહયોગથી એક નવતર શાબ્દિક “વડીલોની અનુભવ વાણી” ના કાર્યક્રમનું આયોજન સંવત ૨૦૮૦ પોષવદ તેરસને શનિવાર તારીખ: ૧૦/૦૨/૨૦૨૪ના રોજ સાંજના ૪:૦૦ કલાકથી કરવામાં આવ્યું છે. જેમાં ૬૦ વર્ષથી ઉપરના કોઈ પણ જ્ઞાતિના વ્રુધ્ધજનો ભાગ લઈ પોતાના અનુભવો રજુ કરી શકશે.
પોરબંદરના ભક્તિ સંગીત ક્ષેત્રે અને નવતર સેવાના ક્ષેત્રે ખુબજ જાણીતા એવા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પોરબંદર દ્રારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય પોરબંદરના સહયોગથી એક નવતર શાબ્દિક પ્રસ્તુતિનો દિવ્ય “વડીલોની અનુભવ વાણી” ના કાર્યક્રમ યોજવાનો નિશ્ચિત કરવામાં આવેલ છે. જેનો વિષય “વડીલોની અનુભવ વાણી” રાખવામા આવેલ છે.
“વડીલોની અનુભવ વાણી” ના રાખેલા નવતર શાબ્દિક પ્રસ્તુતિના કાર્યક્રમમાં ૬૦ વર્ષથી ઉપરના કોઈ પણ જ્ઞાતિના વ્રુધ્ધજનો ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન મર્યાદિત સંખ્યાનો કાર્યક્રમ હોય તે માટે પ્રકાશભાઈ રૂપારેલ ના વોટ્સઅપ નંબર ૯૯૯૮૧૨૧૯૮૯ ઉપર ભાગ લેનારનું નામ નોંધવવાનુ રહેશે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તા. ૦૮/૦૨/૨૦૨૪ છે.
“વડીલોની અનુભવ વાણી” ના રાખેલા નવતર શાબ્દિક પ્રસ્તુતિના કાર્યક્રમમાં ભગ લેનારા સર્વે વદીલોને ફોર કલર લેમિનેશન સાથેનું યાદગીરી પત્ર શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પોરબંદર દ્રારા આપવામાં આવશે. તેમજ અન્ય દાતાઓ તરફથી પણ યાદગીરી ભેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લવાની કોઈ ફી રાખવામાં આવેલ નથી. રજીસ્ટ્રેશન “નિ:શુલ્ક” છે. અને આ કાર્યક્રમ મર્યાદીત સંખ્યનો રાખેલ હોય તેથી વહેલા તે પહેલાના ૫૦ ની સંખ્યા હોય તે પ્રમાણે એન્ટ્રી લેવામાં આવશે. આ કર્યક્રમમાં પોરબંદર ના સર્વે નગરજનોએ ઉપસ્થિત રહી શક્શે. આ દિવ્ય કાર્યક્રમમાંની શોભા વધારવા પોરબંદરના દરેક ક્ષેત્રના મહાનુભાવો ને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયુ છે. અને ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300