મોણપર ગામની કન્યા શાળામાં દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

મોણપર ગામની કન્યા શાળામાં દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
મહુવા તાલુકાના મોણપર ગામે આવેલી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળામાં સો ટકા હાજર રહેનાર દીકરીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળામાં બાળકો શાળામાં નિયમિત આવે એ માટે નિયમિતતાના એક પ્રયોગ રૂપે ગત જાન્યુઆરી માસમાં કાર્ય દિવસ 24 પૈકી 24 દિવસ હાજર રહેનાર દીકરીઓનું રૂમની બહાર ધોરણ ત્રણ ના વર્ગ શિક્ષકશ્રી ભગીરથગીરી ગોસાઈ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ ક્લાસરૂમની અંદર એક એક લોંગ બુક આપીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. આ સિલસિલો શાળાની અંદર ઘણા બધા સમયથી ચાલી રહ્યો છે, જે ક્લાસમાં જે દિવસે તમામ બાળકો હાજર હોય તે દિવસે ક્લાસરૂમની બહાર લીલી ધજા લગાવવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમનો હેતુ દીકરીઓનો શાળા પ્રત્યે લગાવ મજબૂત રહે અને ગેરહાજરીનું પ્રમાણ ઓછું થાય તેવો રહેલો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300