દાંતા : આદિવાસી બેરોજગાર મહિલાઓ દ્વારા શાકભાજી વેચવા કાયમી જગ્યા ની માંગ માટે અપાયું આવેદન પત્ર

દાંતા : આદિવાસી બેરોજગાર મહિલાઓ દ્વારા શાકભાજી વેચવા કાયમી જગ્યા ની માંગ માટે અપાયું આવેદન પત્ર……
કુદરતી છાણ ખાતર નો ઉપયોગ કરી શાકભાજી ઉગાડતી મહિલાઓ ને વેચાણ માં પડી રહી છે તકલીફ……
ખેતી કરી સ્વાવલંબન થવા સરકારશ્રી નો સહયોગ માંગતી આદિવાસી મહિલાઓ….
બનાસકાંઠા જિલ્લા ના તાલુકા મથક દાંતા ખાતે આજ રોજ તાલુકા અને આસપાસ ના વિસ્તાર ની આદિવાસી મહિલાઓ દ્વારા દાંતા પ્રાંત અધિકારીશ્રી ને વેપાર ધંધા માટે કાયમી સરકારી જગ્યા ફાળવવા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના આસ પાસ ના વિસ્તાર માં આવેલ ગામો ની ૨૫૦ ઉપરાંત મહિલાઓ પ્રાકૃતિક પદ્ધતિ થી શાકભાજી – કઠોળ ઉગડિ તાલુકા મથક ખાતે વેચાણ કરી જીવન ગુજરાન કરી રહી છે.ત્યારે બજાર વિસ્તાર માં લારી ,પાથરણા પાથરીને છૂટક શાકભાજી નો વેપાર કરતી આ મહિલાઓ ગુજરાન ચલાવે છે.ત્યારે અવાર નવાર દુકાનો આગળ લારી ,પાથરણા કે દબાણ હટાવ કામગીરી ને લઈ સ્થળાંતર કરવું પડતું હોય છે. સરકાર દ્વારા દાંતા બજાર ચોકમાં ગ્રામહાટ બનાવેલ છે પરંતુ ત્યાં પણ આસપાસ ના દુકાનદારો દ્વારા દબાણ કરેલ હોવાથી ફક્ત ૪-૫ બહેનો જ બેસી શકે છે અને હાલ માં બનાવેલ ગ્રામ હાટ સરકાર દ્વારા ફાળવેલ સર્વે નંબર પર ના હોય અન્ય સર્વે નંબર પર ઊભો કરેલ છે. ત્યારે સરકાર દ્વારા આદિવાસી મહિલાઓ ની મુશ્કેલી ધ્યાને લઈ યોગ્ય જગ્યાએ કાયમી જગ્યા ફાળવાય તેવી માંગ કરાઇ છે.શાકભાજી – કઠોળ વેચી ગુજારો કરતી આદિવાસી મહિલાઓ ને જો કાયમી ધોરણે વેપાર ધંધો કરવા માટે સરકાર શ્રી દ્વારા જગ્યા ફાળવવા માં આવે કે જ્યાંથી વારંવાર કોઈ દુકાનદાર કે દબાણ હટાવ ની કામગીરી ના થાય તો એકજ જગ્યાએ થી સારી રીતે વેપાર કરી ગુજરાન ચલાવવા માં સરળતા રહી શકે અને સ્વાવલંબન જીવન ઉપરાંત આદિવાસી પરિવારો નું વેપાર ધંધા માટે નું સ્થળાંતર અટકી શકશે.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300