ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સીવણકામ અને બ્યુટિ પાર્લરની ૩૦ દિવસીય તાલીમનો પ્રારંભ

ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સીવણકામ અને બ્યુટિ પાર્લરની ૩૦ દિવસીય તાલીમનો પ્રારંભ
જૂનાગઢ : એસબીઆઇ આરસેટી બિલખા રોડ જૂનાગઢ ખાતે ૩૦ દિવસીય સીવણકામ અને બ્યુટિ પાર્લર તાલીમ કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. જેમાં ૭૦ જેટલા તાલીમાર્થી બહેનોને સીવણકામ અને બ્યુટિ પાર્લરની તાલીમ આપી સ્વરોજગારી ક્ષેત્રે પગભર બનાવાશે.
જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની સિવણકામ અને બ્યુટિ પાર્લરની 30 દિવસીય તાલીમનાં ઉદઘાટન કાર્યક્રમને એસજીબીના રિજીયોનલ મેનેજર કે.સી.મોરે, ડીઆરડીએ ડીએલએમ શ્રી કિરણ વ્યાસ, નાબાર્ડ ડીડીએમ કિરણ રાઉત, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અધિકારી સહિત મહાનુભાવો દિપ પ્રગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે પ્રાસંગીક વકત્વ્યમાં મહાનુભાવોએ તાલીમાર્થી બહેનોને ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાંથી તાલીમ લઈ પગભર થાય એ અંગે લોનની માહિતી આપી હતી. તાલીમાર્થી બહેનો તાલીમ પ્રાપ્ત કરી જીવનમાં પ્રગતી કરી શકે એવી શુભકામના પણ આપી હતી. આરસેટી ડાઇરેક્ટર/એલડીએમ શ્રીપ્રશાંત ગોહેલ દ્વાર તાલીમ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને સંસ્થાના ફેકલ્ટી અજીત પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડીએસટી ટ્રેઈનર, આરસેટી સ્ટાફ, ૭૦ જેટલા તાલીમાર્થી બહેનોએ હાજરી આપી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300