નર્મદા કલેકટર કચેરી ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે આયોજન અંગે બેઠક મળી

નર્મદા કલેકટર કચેરી ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે આયોજન અંગે બેઠક મળી
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુંના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, બેઠક વ્યવસ્થા, લોકોને વાહનો દ્વારા લાવવા અને લઈ જવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સહિત સાફ-સફાઈ કામગીરી કરાવવા સુચનાઓ અપાઈ
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતેની કલેક્ટર કચેરી ના સંભાખડ માં
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુંના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કક્ષાના આવાસ લોકાર્પણ કાર્યક્રમના આયોજન ના ભાગરૂપે એક બેઠક મળી હતી જિલ્લાની ૨ વિધાનસભા મત વિસ્તારમાં આગામી તા. ૧૦ મી ફેબ્રુઆરીના રોજ છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલય સંકુલ, રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનો અને પીઠા ગ્રાઉન્ડ, દેડીયાપાડા ખાતે તાલુકા કક્ષાનો આવાસ લોકાર્પણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કાર્યક્રમના આગોતરા આયોજન અનુસંધાને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુંએ આવાસ લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થળ પરની તમામ વ્યવસ્થા અસરકારક સુપરવિઝન કરીને સુનિશ્વિત કરાવવા જણાવ્યું હતું. સાથે કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, બેઠક વ્યવસ્થા, લોકોને વાહનો દ્વારા લાવવા અને લઈ જવાની વ્યવસ્થા, ફૂડ પેકેટ, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સહિત સાફ-સફાઈ કામગીરી કરાવવા સંબધિત અધિકારીઓને રચનાત્મક સૂચનાઓ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૧૦ મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કેન્દ્ર તથા રાજય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ- શહેરી, હળપતી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર રાજયના ૩૩ જિલ્લાઓના આવાસોના ઇ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંધાડ, ઇન્ચાર્જ નોડલ અધિકારી, પ્રાંત અધિકારી રાજપીપલા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુ જિજ્ઞા દલાલ, નોડલ અધિકારી અને પ્રાંત અધિકારી ડેડિયાપાડા ધવલ સંગાડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભૂમિકાબેન રાવલ, પિનાકીનીબેન ભગોરા સહિત સંબંધિત અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300