મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ગ્રામીણ વિસ્તારો માં ફેરવી ચુંટણી પ્રક્રિયા અંગે લોકોને સમજ અપાઈ

મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ગ્રામીણ વિસ્તારો માં ફેરવી ચુંટણી પ્રક્રિયા અંગે લોકોને સમજ અપાઈ
Spread the love

મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ગ્રામીણ વિસ્તારો માં ફેરવી ચુંટણી પ્રક્રિયા અંગે લોકોને સમજ અપાઈ

EVM નિદર્શન જાગૃતિ અંગે ઠેર ઠેર અભિયાન હાથ ધરાયું

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શ હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આ EVM નિદર્શન વાન નર્મદા જિલ્લાના ગામોમાં ફરી રહી છે. જિલ્લા સેવાસદન સહિત મામલતદારની કચેરી ખાતે તથા ગ્રામીણ વિસ્તારોમાં જઈને ટીમો દ્વારા મતદાન અંગેનો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી થકી નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની વિસ્તૃતમાં જાણકારી ઈન્સ્ટ્રક્ટરઓ દ્વારા આપવામાં આવી રહી છે. નાગરિકો દ્વારા આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!