માંગરોળ રૂલર ના નાયબ ઇજનેર શ્રી કે.એન.શાંખલા ની બીપોરજોય વાવાજોડા દરમિયાન કામગીરીની પ્રશંસાઓ

માંગરોળ રૂલર ના નાયબ ઇજનેર શ્રી કે.એન.શાંખલા ની બીપોરજોય વાવાજોડા દરમિયાન કામગીરીની પ્રશંસાઓ
Spread the love

માંગરોળ રૂલર ના નાયબ ઇજનેર શ્રી કે.એન.શાંખલા ની બીપોરજોય વાવાજોડા દરમિયાન કામગીરીની પ્રશંસાઓ

અસ્થિર મનના માનવીને રસ્તો જડતો નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી

માંગરોળ રૂલર વિસ્તારમાં બીપોરજોય વાવાજોડા દરમિયાન રાત દિવસ જોયાવગર ખુબજ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવનાર માંગરોળ રૂલર ના નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા લોકો


વિકાસની પ્રેરણા અને કર્મભૂમિ કાર્યદક્ષતા સર્વોપરી – નાયબ ઈજનેર શ્રી કે.એન. શાંખલા

ન ભૂતો ન ભવિષ્ય માં માંગરોળ રૂલર વિસ્તારને ગુજરાતના નકશામાં અલગ પહેચાન બનાવવાનું લક્ષ – નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા

માંગરોળ (રૂલર) પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ ઈજનેર તરીકે શ્રી કે.એન.શાંખલા ને બીપોરજોય વાવાજોડા ના ખુબજ કપરા સમય વચ્ચે અચાનક જ માંગરોળ રૂલર નો ચાર્જ આપવામાં આવ્યો હતો

અસ્થિર મનના માણસને રસ્તાઓ જડતા નથી જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે ગુજરાતી કહેવતને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવી હોય તો તે છે માંગરોળ રૂલર ના નાયબ ઈજનેર શ્રી કે.એન. શાંખલા કહીએ તો પણ ઓછું નથી જ કેમ કે બીપોરજોય વાવાજોડા જેવા ખુબજ કપરા સમયમાં અચાનક જ બદલી કરી માંગરોળ રૂલર નો ચાર્જ લેવાનું જણાવવા મા આવતા નાયબ ઈજનેર શ્રી નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા એ એક પલ નો પણ વિલંબ કર્યા વગરજ તાત્કાલિક ફરજ પર હાજર થયા હતા અને આવા કપરા સમયમાં રાત દિવસ જોયાવગર જે કામગીરી કરવામાં આવેલી એ આ વિસ્તાર ના લોકો ક્યારેય પણ ભૂલી શકશે નહીં.

એક નવતર કેડી કંડારનારા પ્રજાના પ્રતિનિધિ ની સાચી પ્રતીતિ કરાવનારને માંગરોળ રૂલર વિસ્તાર ના લોકો બિરદાવી રહયા છે તે એક નવા ઝડપી યુગમાં અનોખા વ્યક્તિત્વની અલગ મિસાલ કાયમ કરનારા નાયબ ઈજનેર શ્રી કે. એન શાંખલા સાબિત થયા છે

લોકો ની પ્રશંસા મળતી હોય છે ત્યારે અધિકારીઓ ને પણ પોતે કાંઈ લોકો માટે કર્યું છે એવો અહેસાસ માત્ર થીજ અનેક ગણી અડચણો પણ પાર થઈ જતી હોય છે

જેનું મુખ્ય કારણ કે શ્રી કે.એન.શાંખલા કે જેઓ નાયબ ઈજનેર તરીકે પ્રજાના દરેક પ્રશ્નો નું ત્વરિત નિરાકરણ લાવવા માટે બિલકુલ અજાણ્યા એરિયા ના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યા નજર કરો ત્યાં વિજપોલો જમીન દોસ્ત નજરે પડી રહયા હતા અને આવા કપરા સમયે અચાનક આવેલી આફતમાં લોકોની અપેક્ષાઓ પણ વધુ હોય છે આ સમયે પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ હોતો નથી ત્યારે લોકોની અપેક્ષાઓ પણ ખુબજ વધુ પ્રમાણમાં હોય છે આવા સમયે કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં ખુબજ વહેલામાં વહેલી તકે પાવર સપ્લાય રાબેતા મુજબ ચાલુ થઈ જાય અને ગ્રાહકો ના પ્રશ્નનો નું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા જે કામગીરી કરવામાં આવી હતી આ ખુબજ સુંદર કામગીરી ની નોંધ માંગરોળ રૂલર વિસ્તારમાં આવતા 32 ગામના અગ્રણી આગેવાનો,અને લોકોએ નોંધ લઈ નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા નો આતકે આભાર વ્યક્ત કરી રહયા છે

કેમ કરી લોકોએ પ્રશંસાઓ : બિપરજોય સાયક્લોન લેન્ડ ફોન થતાં દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો હતો એટલું જ નહીં વરસાદના કારણે અસંખ્ય વૃક્ષો અને વિજપોલો ધરાશાહી થઈ ગયા હતા ત્યારે પણ આવી ખુબજ કપરી અને વિકટ પરિસ્થિતિમાં માંગરોળ રૂલરના નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા અને તેમની ટિમે રાત દિવસ જોયા વગર જ કાર્યરત રહી કામગીરી ઓ કરતા જોવામળતા કપરા સમય સામેની લડાઈમાં કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ લોકો તેમની કામગીરી ઓ બિરદાવી રહયા છે

દિલથી કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી. કામની ક્યારેક તો કદર થાય જ છે. આવું જ કંઈક જોવા મળ્યું છે માંગરોળ રૂલર વિસ્તારમાં

ફરજ પ્રત્યેના સમર્પણ અને જ્યારે તે અત્યંત જરૂરી હોય ત્યારે પહોંચાડવાનું આ એક પ્રશંસનીય ઉદાહરણ છે નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા

નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા એ ખુબજ કપરા સમયમાં ખુબજ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારેજ આ વિસ્તારના લોકો એ તેમની કામગીરી ઓની ભરપેટ પ્રશંસાઓ કરી તેમની કામગીરી બિરદાવી રહયા છે

બીપોરજોય વાવાજોડા માં ચારે બાજુ વિજપોલો જમીનદોસ્ત થઈ ગયેલા હોય , વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા હોય આવા કપરા સમયમાં અજાણ્યા એરિયામાં કામગીરી સોંપવામાં આવેલી હોય અને લોકો દ્વારા પણ આવા સમયે ખુબજ બૂમ બરાડા પાડવામાં આવતા હોય છે તો ક્યારેક લોકો દ્વારા બેહૂદા વર્તનો તેમજ અપશબ્દો પણ સંભળાવતા હોયછે તેમ છતાં પણ કેટલાક અધિકારીઓ આ સમયમાં પણ પોતાનો સયંમ ગુમાવતા હોતા નથી લોકો એવું ક્યારેય વિચારતા હોતા નથી કે અણધારી આફત ના કારણે ઠેર ઠેર કામગીરી વધુ હોય અને એની સામે સ્ટાફ ઓછો હોય તેમ છતાં પણ અધિકારી અને સ્ટાફ દ્વારા સતત કામગીરી ઓ કરતા હોય છે

અધિકારીઓ અને કર્મચારીઓ આવા સમયે પોતાના પરિવાર થી અળગા રહી રાતદિવસ લોકોની મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો કરી રહયા હોય આવા સમયે તેઓને કામગીરીમાં અડચણો કરવાને બદલે લોકોએ પણ આવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અધિકારીઓને સાથ અને સહકાર આપવો જ જોઈએ

નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા ની કામ કરવાની કર્તવ્ય દક્ષતાને લોકો સલામ કરી રહયા છે

નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિજનનો પર્યાય બનેલા નાયબ ઈજનેર શ્રી કે.એન.શાંખલા
ની અથાગ મહેનત અને વિસ્તૃત માર્ગદર્શન સાથેની
મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે તેમની આ કામગીરી ને લોકો દ્વારા ખુબજ બિરદાવવામાં આવી રહી છે

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!