રાધનપુર : હાડકા ને લગતી સમસ્યા માટે નો નિઃશુલ્ક કેમ્પ યોજાયો

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વારાહી ના સહયોગ દ્વારા ભીડ ભંજન ગૌશાળા ખાતે આસ્થા હોસ્પિટલ રાધનપુર ના ઓર્થોપેડિક સર્જન ભગીરથસિંહ કેલા ના સાનિધ્ય માં હાડકા ને લગતા સમસ્યા નો વિના મુલ્યે ભવ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જે કેમ્પ અંતર્ગત ડૉ. તૌફીકભાઈ ઘાંચી, મહેશ રાઠોડ, સાકીરભાઇ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નિઃશુલ્ક કેમ્પ ને સફળ બનાવવા રેડક્રોસ વારાહી ના મુકેશભાઈ કંદોઈ, મંત્રી ધરમસિહભાઇ પંચાલ, વીરજીભાઈ, મહેશભાઇ વારાહી વગેરે પોતાનું સેવાકીય પ્રવૃત્તિ સાથે સમય આપ્યો હતો.
ડૉ. ભગીરથસિંહ કેલા દ્વારા 100 થી વધુ દર્દીઓ ની વિના મુલ્યે તપાસ કરવામાં આવી હતી. તેમજ વિના મુલ્યે દવા નું વિતરણપણ કરવામાં આવ્યું હતું તેમજ નિઃશુલ્ક કેમ્પ અંતર્ગત મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો હતો.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300