જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ લાઠીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ લાઠીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી
Spread the love

પ્રાકૃતિક કૃષિ મહા અભિયાન

જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ લાઠીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી કાળુભાઈના ફાર્મ ખાતે સરગવા સહિતના પ્રાકૃતિક પાક, પ્રોસેસિંગ પ્લાન્ટને નિહાળતા જિલ્લા કલેકટરશ્રી દહિયા

અમરેલી : ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્ય સહિત દેશમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ જાગૃત્તિ અભિયાન આગળ ધપાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પરંપરાગત કૃષિ કરતાં અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી ખેતીલાયક જમીનની ફળદ્રપુતા વધવાની સાથે ખર્ચ પણ ઘટે છે અને પાક ઉત્પાદન વધે છે. જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ લાઠીના ખેડૂત શ્રી કાળુભાઈ હુમલાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરશ્રીએ પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતના ફાર્મમાં સરગવા સહિતના પ્રાકૃતિક પાક, પ્રોસેસિંગ પ્લાન્ટને નિહાળ્યો હતો અને તેમણે આ અંગે ખેડૂત શ્રી કાળુભાઈ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તકે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી, લાઠી તાલુકા મામલતદારશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ : રસિક વેગડા કુંકાવાવ (અમરેલી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!