અંબાજી : લોકાર્પણ ન્યૂઝ ના અહેવાલ ની અસર થી કુંભ કર્ણ ની નિંદ્રા માં પોઢેલું તંત્ર સફાળું જાગ્યું……

અંબાજી : લોકાર્પણ ન્યૂઝ ના અહેવાલ ની અસર થી કુંભ કર્ણ ની નિંદ્રા માં પોઢેલું તંત્ર સફાળું જાગ્યું……
માનસરોવર ખાતે ૨ દિવસ થી રસ્તા પર ભરાતું ગટર ના પાણી લોકાર્પણ ના અહેવાલ બાદ આખરે બંધ થયું…..
રસ્તા પર કપચા પાથરી , ખાડા ઓનું પુરાણ કરાયું…..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હાલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે.ત્યારે જી.એમ.ડી.સી.મેદાન તરફ ના બસ સ્ટેન્ડ થી ચાલતા આવતા યાત્રિકો ને માનસરોવર પાસે ઉભરાતાં ગટર ના ગંદા પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા હતા.ગ્રામ પંચાયત તંત્ર ની ઘોર બેદરકારી ને લીધે હેરાન થતા યાત્રિકો અને સ્થાનિક રહીશો ત્રસ્ત બન્યા હતા.ત્યારે આજ સવાર ના લોકાર્પણ ન્યૂઝ ના અહેવાલ નો પડઘો પડતાં કુંભ કર્ણ ની નિંદ્રામાં પોઢેલું તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સફાળા જગ્યા હતા અને માનસરોવર આગળ ઉભરાતી ગટરના પાણી ને બંધ કરવા માટેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી.
લોકાર્પણ ન્યૂઝ ના અહેવાલ ની અસર થી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મારબલ કપચા મંગાવી માનસરોવર આગળ ના ખાડા ઓ માં પુરાણ કરાયું હતું અને ચોક અપ ગટર નું પાણી રસ્તા પર ના ફેલાય તેમાટે ની કામગીરી કરાઇ હતી.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી.લોકાર્પણ દૈનિક ન્યૂઝ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300