રાજુલા : હોસ્પિટલથી માર્કેટિંગ યાર્ડ સુધીનો રસ્તો પહોળો કરવા રેલવેએ મંજૂરી આપી

રાજુલા : હોસ્પિટલથી માર્કેટિંગ યાર્ડ સુધીનો રસ્તો પહોળો કરવા રેલવેએ મંજૂરી આપી
રાજુલા શહેરમાં હોસ્પિટલથી માર્કેટિંગ યાર્ડ સુધીનો રસ્તો પહોળો કરવા માટે રેલવે દ્વારા નગરપાલિકાને મંજૂરી આપતા આનંદની લાગણી.
રાજુલા ભેરાઈ રોડ અને છતડીયા રોડ ઉપર ભારે ટ્રાફિક સર્જાતી હતી.
રેલ્વેની જગ્યા નગરપાલિકા દ્વારા માંગવામાં આવી હતી તેને આ રેલવેની જગ્યામાં બાંધકામ ખુલ્લું કરી અને નગરપાલિકાને રસ્તો કાઢવા માટે મંજૂરી આપતા શહેરીજનોમાં આનંદની લાગણી
રાજુલા માર્કેટિંગ યાર્ડના નજીક આવેલી ગોળાઈમાં અસંખ્ય સોસાયટીઓ તેમજ ટીપાઓ પોર્ટ જવા માટેના રસ્તાઓ સંકળાયેલા છે અહીં સાંકડી જગ્યાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી
આ બાબતે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ દ્વારા સંસદ સભ્ય નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા તેણે રેલવે વિભાગમાં મંજૂરી માટે નગરપાલિકાએ પત્ર પાઠવ્યો હતો અને આર ડી એમ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ થોડા સમય પહેલા કર્યા હતું અને આ જગ્યા ખુલ્લી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ માર્ગ ઉપર રાજુલા છાતડીયા રોડ રાજુલા પહેરાઈ રોડ અને પીપાવાવ પોટ જવા માટેનો અહીંથી રસ્તો છે અને 25 જેટલી નાની મોટી સોસાયટીને જોડતો રસ્તો છે અહીં સર્જાતી ટ્રાફિક સમસ્યાના હિસાબે વારંવાર અકસ્માતો સર્જાતા હતા ત્યારે આજે રેલવે વિભાગ દ્વારા રાજુલા નગરપાલિકાને હોસ્પિટલ થી લઇ અને માર્કેટિંગ યાર્ડ સુધીના રેલવેની જગ્યામાં દબાણો દૂર કરી આ જગ્યા પોળી કરવા માટે અને સીધો રસ્તો બનાવવા માટે મંજૂરી આપતા રાજુલા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300