લોકલ ટ્રેનના ટિકિટ દરમાં 50% સુધીનો ઘટાડો થયો

લોકલ ટ્રેનના ટિકિટ દરમાં 50% સુધીનો ઘટાડો થયો
Spread the love

“લોકલ ટ્રેનના ટિકિટ દરમાં 50% સુધીનો ઘટાડો થયો; જૂનાગઢથી વેરાવળ અને રાજકોટ સુધી રૂ.25માં મુસાફરી થઈ શકશે!”
.
– પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં લોકલ ટ્રેનન મુસાફરી કરતાં લોકોને ટિકિટના દરમાં રાહત થાય તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે.
– જે અન્વયે ગત તા.02 માર્ચથી લોકલ ટ્રેનની ટિકિટ દરમાં 50% નો ઘટાડો થતાં માત્ર રૂ.25 થી રૂ.35 સુધીના સામાન્ય દરમાં 100 થી 150 કિમીની મુસાફરી થતાં મુસાફરો દ્વારા રેલવેના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
– પ્રાપ્ત થતી વિગતો મુજબ; જૂનાગઢ જંકશન ખાતે વેરાવળ-રાજકોટ, ભાવનગર-વેરાવળ, વેરાવળ-ભાવનગર અને રાજકોટ-વેરાવળ એમ ચાર બ્રોડગેજ ટ્રેન અને જૂનાગઢ-દેલવાડા અને જૂનાગઢ-અમરેલી બે મીટરગેજ મળી કુલ 10 ટ્રેનની અવર-જવર રહે છે.
– આ ટ્રેનના ટિકિટ દરમાં 50% નો ઘટાડો કરવામાં આવ્યો છે.
– જૂનાગઢ-રાજકોટ ટ્રેન મારફત જવા માટે અગાઉ રૂ.50 ટિકિટ દર હતા, જેમાં 50% ઘટાડા ખાતે 110 કિમીના માત્ર રૂ.25 કરવામાં આવ્યા છે.
– આ રીતે જૂનાગઢથ ભાવનગર જવા માટે રૂ.80 ની બદલે રૂ.45, જૂનાગઢથી વેરાવળ રૂ.45 ને બદલે રૂ.25 કરવામાં આવ્યા છે.
– જૂનાગઢ દેલવાડા રૂ.70 ને બદલે રૂ.35, જૂનાગઢથી અમરેલી જવા રૂ.60 ના બદલે રૂ.30 કરવામાં આવ્યા છે

વિજય સિંહ રાજપૂત
ગીર સોમનાથ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!