છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર તરીકે જશુ રાઠવા ની પસંદગી

છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર તરીકે જશુ રાઠવા ની પસંદગી પર કમળ નો કળશ
છોટાઉદેપુર ના સીટીંગ સાંસદ ગીતાબેન રાઠવા ની ટીકીટ કાપી ભાજપ ના પાયાના સનિષ્ટ કાર્યકર અને
જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુ રાઠવા ની ભાજપ પાર્ટી એ સર્વોગાહી પસંદગી ઉતારી
દેશમાં લોકશાહી નો મુખ્ય સ્થભ તરીકેની ભારતના સંસદની લોકસભાની મહત્વની ચૂંટણી ગણાતી લોકસભાની ચૂંટણી ના પડઘમ ધીરેધીરે વાગી રહ્યાં છે દરેક પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી તૈયારીઓ માં જોતરાઈ ગયા છે ત્યારે દરેક પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારો ની આખરી પસંદગી ની જાહેરાતોની યાદી પ્રસિદ્ધ કરી બહાર પાડી રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોની બીજી યાદીથી જાહેર કરવામાં આવી છે છોટાઉદેપુર લોકસભા બેઠક ના ઉમેદવાર માટે અનેક દાવેદારો ની હોડ વચ્ચે ઉમેદવારને લઈ પસંદગી નો આજે અંત આવ્યો છે છોટાઉદેપુર બેઠક ના ઉમેદવાર ની પસંદગી ને લઈ અનેક અટકળો બાદ આજે છોટાઉદેપુર લોકસભાના સીટીંગ સાંસદ ગીતાબેન રાઠવા ને ભાજપે આ વખતે ફરી તેઓને રીપીટ ન કરી પડતા મૂક્યાં છે સાંસદ ગીતાબેન રાઠવા ની ટીકીટ કાપી ભાજપ ના પાયાના સનિષ્ટ કાર્યકર એવા જશુભાઈ રાઠવા ની ભાજપ પાર્ટી એ સર્વોગાહી પસંદગી ઉતારી કમળનો કળશ ઢોળી પસંદગી કરી છે ભાજપ પાર્ટી દ્વારા આજે જશુભાઈ રાઠવા ની લોકસભા બેઠક માટે પસંગી કરી જાહેરાત કરવામાં આવતાં સૌ કાર્યકરો એ તેમને ઉમંગભેર વધાવી લીધા છે જશુભાઈ ની પસંદગીને લઈને કાર્યકરો માં ભારે ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે કાર્યકરોએ આ ખુશીનો જશન મનાવવા ફટાકડાઓ ફોડી ભારે આતશબાજી સાથે છોટાઉદેપુર જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઇ રાઠવાની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ભવ્ય સ્વાગત સાથે શુભેચ્છાઓની કાર્યકરોએ વર્ષા વરસાવી વધાવી લીધા છે
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300