કેન્દ્રીય મંત્રીશ્રી અને નાયબ મુખ્ય દંડક ની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રીશ્રી અને નાયબ મુખ્ય દંડક ની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
Spread the love

પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ
(પીએમ સૂરજ) પોર્ટલનો શુભારંભ થયો હતો. આ શ્રેણીમાં આજે પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ
ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સૂરજ પોર્ટલનો શુભારંભ કર્યો છે. આજે દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ સહાય મંજૂર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમે આજે દેશ અને ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઊંચાઈના
નવા શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત 2047 પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે.
આજે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે.વાઇબ્રન્ટ સમિટ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની 10મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનના કારણે ગુજરાત રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે. ટૂંક જ સમયમાં ધોલેરામાં સેમિક્ધડક્ટર પ્લાન્ટનો પ્રારંભ થશે. આ પ્લાન્ટથી આશરે 50 હજાર જેટલી નવી
રોજગારીનું સર્જન થશે. જેનો સુરેન્દ્રનગર, બોટાદ અને અમદાવાદ જિલ્લાને વધુમાં વધુ લાભ મળશે.
આ કાર્યક્રમ અગાઉ લોકગાયક મનીષા બારોટે દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી જેને ઉપસ્થિત જનોમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.
જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ એન.એલ.બગડા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક, પીપીઈ કીટ, કાર્ડ વિતરણ અને માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીનું
અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિતના વંચિત જૂથોના લાભાર્થીઓ સાથેનો વાર્તાલાપ અને સંબોધનને ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

રિપોર્ટ દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!