વૈદેહી હરિયાણીએ અંગ્રેજી વિષયમાં પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરી

વૈદેહી હરિયાણીએ અંગ્રેજી વિષયમાં પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇંગ્લીશ ડિપાર્ટમેન્ટ માંથી વૈદેહી હરિયાણીએ તાજેતરમાં પીએચ.ડીની ડિગ્રી ભવનના અધ્યક્ષ પ્રો.દિલીપ બારડના માર્ગદર્શનમાં પ્રાપ્ત કરી છે. પીએચડીના વાયવામાં બાહ્ય પરીક્ષક તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રો.ફિરોઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય પ્રાધ્યાપકગણ, સહકર્મીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિતોની હાજરીમાં સંશોધન વિશે પ્રશ્નોત્તરી રસપ્રદ રહી. સંશોધક વૈદેહી હરિયાણીએ મહાગ્રંથ રામાયણને કન્ટેમ્પરરી તુલનાત્મક અભ્યાસમાં વાલ્મિકી રામાયણથી લઇ અન્ય પુરાતન ગ્રંથો સાથે વર્તમાને એ જ વિષય પરના ગ્રંથોનો સમકાલીન તુલનાત્મક અભ્યાસ વિષદપણે કર્યો. જેમાં રામાયણના સ્ત્રી પાત્રોને કેન્દ્રમાં રાખીને એક અલગ જ પરિપ્રેક્ષમાં સંશોધનાત્મક છણાવટ કરી સંશોધન સિદ્ધ કર્યુ.
અત્રે ઉલ્લેખનીય છે કે વૈદેહી હરિયાણી પૂજ્ય મોરારીબાપુના લઘુબંધુ અને પૂર્વ શિક્ષક ચેતનભાઇ હરિયાણાના સુપુત્રી છે ત્યારે સ્વાભાવિક જ વૈદેહીને રામાયણ ગળથૂથીમાં જ મળ્યું હોય અને બાળપણથી જ રામાયણ શ્વાસોમાં રહ્યું હોય ત્યારે સમયાન્તરે અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક થઈ પીએચડી કક્ષાએ રામાયણને અલગ જ પરિપ્રેક્ષમાં મૂલવી કન્ટેમ્પરરી રી-ટેલિંગ દ્વારા સંશોધનના માધ્યમે ભવિષ્યમાં અનેક નવા સંશોધનો માટે પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
નોંધનીય છે કે દુબઈ ખાતે કલ્ચર અન્ડરસ્ટેન્ડિંગ કમિટી સંસ્થા દ્વારા કલ્ચરમીટમાં ઇન્ટરનેશનલ પેપર પ્રેઝન્ટ કરવા માટે વૈદેહી હરિયાણીની ભારતમાંથી પસંદગી કરવામાં આવી હતી જેમાં વિશ્વભરમાંથી માત્ર 29 વ્યક્તિઓ પસંદગી પામી હતી. જેમાં વૈદેહીએ દુબઈમાં સંસ્કૃતિ અને રામાયણ વિષય પર પેપર રજૂ કર્યું હતું અને વિશ્વ ફલક પર ભાવેણાનું નામ રોશન કર્યું હતું.
વૈદેહી હરિયાણીના પીએચ.ડી વાયવા સફળતાપૂર્વક પૂર્ણ થતા એમકેબી યુનિ. દ્વારા તેમને અંગ્રેજી સાહિત્યમાં ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.તેમની આ સિદ્ધિ બદલ પૂજ્ય મોરારિબાપુએ આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા. તેમના માતા-પિતા સહ પરિવારજનો, માસા સંતરામભાઈ હરિયાણી માસી કાની બેન હરિયાણી તથા બેન રાધિકા અને વેદિકાએ વૈદેહીને પીએચ.ડીની ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરવા બદલ તેમજ ભવિષ્યની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.
વૈદેહી હરિયાણી હાલ એમકેબી યુનિ.માં અંગ્રેજી ભવનમાં ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.પૂર્વે સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300