12 જીલ્લાનાં 49 શિબીરાર્થીઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ પૂર્ણ કરી

12 જીલ્લાનાં 49 શિબીરાર્થીઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ પૂર્ણ કરી
Spread the love

વડોદરાના એન.સી.સી.ના કેડેટ્સ ભાઈઓ તથા બહેનો અને અન્ય ૧૨ જીલ્લાનાં કુલ ૪૯ શિબીરાર્થીઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ પૂર્ણ કરી

જૂનાગઢ : રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે આયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ અંતર્ગત તા. ૦૧-૦૬-૨૦૨૪  થી તા. ૧૦-૦૬-૨૦૨૪ દરમિયાન ખડક ચઢાણ માટેની  તાલીમ યોજાઈ હતી. જેમાં વડોદરાના એન.સી.સી. કેડેટ્સના ભાઈઓ તથા બહેનો અને અન્ય ૧૨ જીલ્લાનાં કુલ ૪૯  શિબિરાર્થીઓ એ ભાગ લીધો હતો.

આજ રોજ તા.૧૦-૦૬-૨૦૨૪ ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર બેઝિક કોર્સના સમાપન કાર્યક્રમમાં આચાર્ય, વાલી- એ- સોરઠ હાઇસ્કુલ,  હારૂન વિહળના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રાસંગિક પ્રવચન  કે. પી. રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ SVIM , માઉન્ટ આબુ. એ કર્યું હતું. શાબ્દિક સ્વાગત ઇન્સ્ટ્રક્ટર અંબર વિષ્ણુએ કર્યું.  શિબિરાર્થી ભાસ્કર પુજારી,તન્મય ચૌહાણ, ધીરજ વછેટા,ધોકિયા ક્ષિતિજ, પોપટ ક્રિષ્ના, સુખડીયા ક્રીમીશએ તેમના શિબિરના અનુભવો વ્યક્ત કર્યા. તેમણે આ શિબિરમાં આત્મવિશ્વાસ અને સ્વયં શિસ્ત શિખવા મળ્યું, તેમજ કોઇપણ ખરાબ  પરિસ્થિતિમાં નાશિપાસ થયા વગર સતત આગળવ વધવા માટે પ્રેરણા મળી છે. શ્રી હારૂન વિહળે જીવન માં સારા ગુણો કેળવવાની વાત કરી હતી. અંતમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન શિબિરાર્થી અમિત પ્રજાપતિ માનસ શુક્લાએ કર્યું હતુ. કાર્યક્રમની આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર દીપક સોલંકીએ કરી હતી.

આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ, દીપક સોલંકી, રોહિત વેગડ, શૈલેષ કામળીયા,પરેશ ચૌધરીએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!