હારિજના બોરતવાડા ગામે વૃક્ષારોપણ કરી પુત્રોએ માતૃશ્રીને શ્રધ્ધાંજલી અર્પણ કરી…

હારિજના બોરતવાડા ગામે વૃક્ષારોપણ કરી પુત્રોએ માતૃશ્રીને શ્રધ્ધાંજલી અર્પણ કરી…
પર્યાવરણનું જતન સાથે પ્રકૃતિને બચાવવા વૃક્ષોનુ જતન કરવાનો ત્રણેય ભાઈઓએ સંકલ્પ લીધો…
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામના મંતવ્ય ન્યૂઝના પત્રકાર રવિ દરજીના માતૃશ્રી સ્વ સુશીલાબેન હિંમતભાઈનું દુઃખદ અવસાન થતાં.સર્ગસ્થ માતૃશ્રીના સમરણાર્થે તેમના ત્રણ પુત્રો જીગર,રવિ ,શક્તિ યથા પરિવારજનો સાથે મળી શ્રી હનુમાનજી મંદિર પરિસરમાં આવેલ બગીચામાં અલગ અલગ ૧૦ જેટલા રોપાઓનું વાવેતર કરી સ્વર્ગસ્થ માતૃશ્રીના આત્માને શાંતિ માટે પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પર્યાવરણનું જતન સાથે પ્રકૃતિને બચાવવા વૃક્ષોનુ જતન કરવાનનો સંકલપ લીધો હતો પાટણ નાં હારીજ તાલુકામાં પત્રકાર ક્ષેત્રે ખુબજ નામના મેળવનાર રવિ દરજીના માતૃશ્રી સ્વ.સુશીલાબેન દરજીનું તાજેતરમાં હાર્ટ એટેકથી આકસ્મિક મોત થતા પરીવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. આજ રોજ તેમના ત્રણ પુત્રોએ માતૃશ્રીના સમરણાર્થે વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિનું જતન કરી પર્યાવરણ બચાવવા સંકલ્પ સાથે સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300