જૂનાગઢમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર પર સંચાલક કમ કુકની ભરતી

જૂનાગઢ તાલુકા (ગ્રામ્ય)ની ૪ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર સંચાલક કમ કુકની ભરતી કરાશે
ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૧૫ જુન સુધીમાં અરજી કરવી
જૂનાગઢ : જૂનાગઢ તાલુકા (ગ્રામ્ય)ની ૪ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક કમ કુકની જગ્યા પર ભરતી કરવામા આવશે. જેમાં તલિયાધર પ્રાથમિક શાળા, રૂપાવટી પ્રાથમિક શાળા, ખલીલપુર પ્રાથમિક શાળા, ઇશાપુર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
મધ્યાહન ભોજન કેંદ્ર ઉપર સંચાલક કમ કુકની ખાલી પડેલી જગ્યા ભરવા માટે સરકારશ્રીએ નિયત કરેલ માસિક મદન વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરવામાં આવશે. જેથી યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉમેદવારોએ મામલતદાર કચેરી મધ્યાહન ભોજન શાખા, જૂનાગઢ (ગ્રામ્ય) ખાતેથી મળશે. (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી અરજીમાં જણાવેલ તમામ પ્રમાણિત આધાર પુરાવા સાથે તા.૧૫ જૂન સાંજના ૫.૦૦ કલાક સુધીમાં ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન જૂનાગઢ (ગ્રામ્ય) ખાતે રૂબરૂ આપવાનું રહેશે. નિયત સમય મર્યાદા બહારની અરજી રદબાતલ ગણવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલન-કમ-કુકની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઈએ. ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત લઘુતમ એસ.એસ.સી.(ધો.૧૦ પાસ) રેહશે. એસ.એસ.સી. પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર ન મળે તો ધોરણ ૭ પાસ ઉમેદવાર પસંદ થવા પાત્ર ગણાશે. વિધવા/ત્યકતા બહેનો પણ અરજી કરી શકશે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલક કમ કુક તરીકે અરજી કરનાર વ્યક્તિ તે જ ગામમાં વસવાટ કરતા હોવા જોઈએ. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો નજીકના ગામની વ્યક્તિને સંચાલક ની જગ્યા માટે વિચારવામાં આવશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300