લોએજ ગામના આંગણે જોટવા પરિવાર ના યજમાન પદે પ્રથમ બીજ ઉત્સવ હર્ષઉલ્લાસ સાથે ઉજવ્યો

લોએજ ગામના આંગણે જોટવા પરિવાર ના યજમાન પદે પ્રથમ બીજ ઉત્સવ હર્ષઉલ્લાસ સાથે ઉજવ્યો
Spread the love

લોએજ ગામના આંગણે જોટવા પરિવાર ના યજમાન પદે પ્રથમ બીજ ઉત્સવ હર્ષઉલ્લાસ સાથે ઉજવ્યો

ભજન, ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ રચાયો

અનેક રાજકીય, સામાજિક અને પત્રકારત્વ જગત ના અગ્રણીઓ અને મોટી સંખ્યા માં સ્થાનિકો એ હાજરી આપી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ના લોએજ ગામ ધાર્મિક પ્રવુતિઓ સાથે અતૂટ નાતો ધરાવતું ગામ છે વારંવાર અનેક ધાર્મિક કાર્યક્રમો ના આયોજન આ ધરા પર જોવા મળે છે ત્યારે શ્રી રામદેવપીર મહારાજના મંડપ યજ્ઞ ની દોરી રહીજ ગામથી લઇ આવતા તેની બાર બીજના ઉત્સવ માથી પ્રથમ બીજ ઉત્સવ તારીખ 8મી જૂનના રોજ દોરી સ્થળ પર હર્ષઉલ્લાસ સાથે ભજન, ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ સાથે ખુબજ સુંદર કાર્યક્રમ યોજાયો હતો

જેમા બપોર બાદ દોરી સ્થળ થી ડીજે ના તાલે સામૈયાનુ આયોજન કરાયું હતુ જેમા લોએજ ગામના  તમામ મંદિરો એ દર્શનાર્થે પગપાળા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા તો સાંજના સમયે સમગ્ર લોએજ ગામ અને આમંત્રિત મહેમાનો સાથે ભોજન પ્રસાદ લીધો હતો તો શ્રી રામદેવપીર મહારાજ ના પાઠ દર્શન પણ યોજાયા હતા. રાત્રી ના સમયે ભવ્ય લોકડાયરાનુ પણ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ જેમા ભજન અને લોકગીત ની રમઝટ પૂજાબા ચૌહાણ, દિવ્યેશ જેઠવા અને જગદીશ મેર જેવા નામાંકિત કલાકારોએ બોલાવી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પોતાની કલાથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે ખુબજ નિસ્વાર્થ સેવાભાવી જોટવા પરિવાર ના નિમંત્રણ ને માન આપી અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ થી અનેક સામાજિક, રાજકીય અને પત્રકારત્વ સાથે જોડાયેલા મહાનુભાવોએ પણ ખુબજ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી તો આ સમગ્ર ધાર્મિક ઉત્સવ માં સમગ્ર લોએજ ગામ જોડાયું હતુ.

આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન સ્વઃ પુરીબેન રાણાભાઇ જોટવા પરીવાર ના કિરીટભાઈ જોટવા, હસીતભાઈ જોટવા, નયનભાઈ જોટવા ના યજમાન પદે રામદેવપીર યુવા ગ્રુપ અને લોએજ ગામ સમસ્ત કરવામાં આવ્યુ હતુ જેમા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.આ તકે સમગ્ર કાર્યક્રમ માં દૂર દૂર થી ઉપસ્થિત થનાર મહેમાનો અને કાર્યક્રમ ને સફળ બનાવવા યોગદાન આપનાર યુવાઓ, વડીલો નો આ તકે જોટવા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!