જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મુકવા પર પ્રતિબંધ

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મુકવા પર પ્રતિબંધ
Spread the love

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મુકવા પર પ્રતિબંધ

                                           

જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો પર ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા તથા વેચવા પર પ્રતિબંધ ફરમાવવા તથા માલીકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મુકવા કે રખડતા-ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તથા ટ્રાફિક નિયમન થઇ શકે તેમજ મનુષ્યના જાન, સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઇ રહે તે માટે આવેલ દરખાસ્તો/અભિપ્રાયો ઉચીત હોવાનું જણાતું હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી)(સી) થી મળેલ અધિકારીની રૂએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઇ પણ વ્યક્તિએ ઘાસચારાનું વેચાણ કરવું નહિ કે જાહેરમાં ઘાસચારો નાખવો નહિ. જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં માલિકીના ઢોરને જાહેરમાં તેમજ રસ્તાઓ ઉપર છોડી મુકવા નહિ કે રખડતા ભટકતા રહે તે રીતે રાખવા નહીં.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.૪/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!