વંથલી આઈટીઆઈમાં નિશુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજાશે

વંથલી આઈટીઆઈમાં નિશુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજાશે
જૂનાગઢ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા વંથલી દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન શાળાના ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ફ્રી સમર સ્કીલ વર્કશોપનું આયોજન તારીખ ૧૧-૬-૨૦૨૪થી કરવામાં આવ્યું છે.
આ સમર સ્કીલ વર્કશોપમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ચાર દિવસીય વર્કશોપમાં દરરોજ ૨ કલાક ૩૦ મિનિટની તાલીમાર્થીઓની બેચ નક્કી કરવામાં આવશે. જેમાં કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, મિકેનિકલ, ફેબ્રિકેશન સેક્ટર જેવા ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓ અંગેની સમજ આપી માહિતગાર કરવામાં આવશે. તેમ આઈટીઆઈ વંથલીના આચાર્ય શ્રી કે.સી. ગોહેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300