જૂનાગઢ : મહોરમ સંદર્ભે વ્યવસ્થાઓ  જળવાઇ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ

જૂનાગઢ : મહોરમ સંદર્ભે વ્યવસ્થાઓ  જળવાઇ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ
Spread the love

મહોરમ સંદર્ભે વ્યવસ્થાઓ  જળવાઇ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ

 

જૂનાગઢ : મહોરમ તહેવાર સબબ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા લોકોમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢની દરખાસ્ત સબબ જૂનાગઢ જિલ્લાના તમામ શહેરો, ગામડાઓ તથા કબ્રસ્તાનમાં કોઈપણ વિસ્તારમાં ઢોર, પશુઓની કતલખાના બહાર જાહેર જગ્યાઓ કે શેરીઓમાં કતલ કરવા પર પ્રતિબંધ ફરમાતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું.

ઉપરાંત તાજીયા સબબ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં તાજીયા ઝુલુસ કાઢવામાં આવતું હોય અને તાજીયા ટાઢા કરવા જુનાગઢ જિલ્લાના માંગરોળ બારા ખાતે લઈ જવામાં આવતા હોય, આવી પરિસ્થિતિમાં લોકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના વધુ હોઇ જેથી માંગરોળ બારામાં તાજીયા ટાઢા કરવા જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જેની કલમ અનુક્રમે “ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (સને-૧૯૭૪ ના અધિનિયમ નં.૨) ની કલમ-૧૪૪(૧)” શબ્દોને બદલે ભારતીય “નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩(૧)” તથા “ઇ.પી.કો.ક.-૧૮૮” શબ્દોને બદલે “BNS,2023 ની કલમ-૨૨૩”  તેમજ “ફોજદારી કર્યરીતી કલમ-૧૪૪” શબ્દને બદલે “ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ–૧૬૩” તથા “ઇ.પી.કો.ક.-૧૮૮” શબ્દેને બદલે “BNS,2023 ની કલમ-૨૨૩” શબ્દો વાંચવા પૂરતો સુધારો કરવામાં આવેલ છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

  

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!