ગણેશ શાળા ટીમાણા દ્વારા પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસ પર્યટન

ગણેશ શાળા ટીમાણા દ્વારા પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસ પર્યટન
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળાના બાળકો દ્વારા કદમગીરી કોળંબા ધામ આઇ કમળાઇ માતાજી દર્શન અને પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસની મજા માણી હતી તથા વન ભોજનનો લાભ લીધો હતો.આ ઉપરાંત ભાવનગરની જીવાદોરી સમાન શેંત્રુજી ડેમની પણ મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથી શિક્ષકોએ વન્ય સંપદા અને પ્રકૃતિ જીવન સાથે કેવી રીતે વણાયેલા છે, તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300