પાટણમાં “અનેરો આનર્ત” અંતર્ગત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા વિશેષ યાત્રાનું આયોજન …

પાટણમાં “અનેરો આનર્ત” અંતર્ગત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા વિશેષ યાત્રાનું આયોજન …
ઉત્તર ગુજરાતના પ્રાચીન અને હેરિટેજ સ્થળોને ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશેષ યાત્રાનું આયોજન કરાયું…
પાટણ જિલ્લામાં “અનેરો આનર્ત” અંતર્ગત અતુલ્ય વારસો સંસ્થા થકી વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 4 વર્ષના બાળકથી લઈને 86 વર્ષના વડીલો તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વારસા સંવર્ધન, જાહેરજીવનમાં કાર્યરત સભ્યો તેમજ નોર્વેના વિદેશી હેરિટેજ પ્રેમી જોડાયા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉત્તર ગુજરાતના પ્રાચીન અને હેરિટેજ સ્થળોને ઉજાગર કરવાનો હતો. આ કાર્ય માટે પાટણના સ્થાનિક લોકો, સંશોધકો તેવી જ રીતે સિદ્ધપુરના હેરિટેજ પ્રેમીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પાટણમાં રાણકી વાવ ઉપરાંત કયા કયા અન્ય હેરિટેજ સ્થળો છે અને હાલમાં કેવી સ્થિતિમાં છે તેમજ અહીં પ્રવાસન વિકાસ માટે સ્થાનિક લોકોને જોઈને કેવી રીતે આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સિધ્ધપુર શહેરમાં યાત્રામાં સહભાગી સૌએ હેરિટેજ વોક થકી વ્હોરવાડ, નગરની પોળો, સ્થાનિક ધર્મસ્થાનો, સંગ્રહાલય સહિત સરસ્વતી નદીની મુલાકાત લીધી હતી. હેરિટેજ સ્થળોની મુલાકાત સમયે વિદ્યાર્થીઓએ શું શું ધ્યાનમાં રાખવું અને સ્થાનિક લોકોને પ્રવાસન સ્થળથી કઈ રીતે ફાયદા થઈ શકે અને તેઓ પણ સ્થાનિક પ્રવાસનના મહત્તમ વિકાસ માટે જોડાયેલા રહે આવી અનેક બાબતો પર વિચાર વિમર્શ કરી સમગ્ર દિનની આ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.
અતુલ્ય વારસોના સ્થાપક કપિલ ઠાકરે જણાવ્યું હતું કે, ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાત પાસે જે હેરિટેજ વારસો છે એ બીજે ક્યાંય નથી. અહીં માત્ર 100 કે 200 વર્ષ નહિ, પણ 1000 વર્ષથી પણ વધુ પ્રાચીન ધરોહર જોવા મળે છે. હેરિટેજ સ્થળોનો વિકાસ શિક્ષણ અને સ્થાનિક લોકોને રોજગારીને ધ્યાનમાં રાખીને થાય તે અતિ આવશ્યક છે અને આગામી સમયમાં તે દિશામાં આગળ વધી આયોજન કરવામાં આવશે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300