એક તીર એક કમાન આદીવાસી એક સમાન ના નારા વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી…

પાટણમાં આદીવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી પ્રસંગે કરવામાં આવી…
એક તીર એક કમાન આદીવાસી એક સમાન ના નારા વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી…
આદીવાસી ભીલ સમાજ ના પરિવારજનો પોતાના પારંપરિક પહેરવેશમાં શોભાયાત્રામાં આકષૅણ નું કેન્દ્ર બન્યાં…
યુનાઇટેડ નેસન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે શુક્રવારે પાટણ શહેરના સાલવી
વાડા ભીલવાસ ખાતે થી આદિવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનોએ જોડાઈ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર ભારત વર્ષમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજે શુક્રવારે પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારો માંથી એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના સૂત્ર સાથે શહેરના સાલવીવાડા ખાતે થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જોડાયેલા આદીવાસી ભીલ સમાજના લોકો પરંપરાગત પોતાના આદિવાસી સ્વાંગમાં સજ્જ થઇ વિવિધ આદીવાસી વેશભૂષા,નૃત્ય, તિર કામઢા વૃક્ષો બચાવો ,પ્રકૃતિ બચાવો, પાણી બચાવો સ્વચ્છતા અભિયાન ના ટેબલો સાથે ગૌરવ યાત્રા શહેરના રાજમાર્ગ પરથી નીકળી હતી.
પાટણ શહેરના સાલવી વાડા ભીલવાસ માંથી નીકળેલી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ની શોભાયાત્રા શહેર ના રતનપોળ,ત્રણ દરવાજા ફૂલ બજાર,હિંગળા ચાચર, બગવાડા દરવાજા, જયવીર ચોકડી ,પારેવા સર્કલ થઈ સૂર્યનગર ભીલવાસ ખાતેના બિરસામુડા ચોકમાં સમાપન કરવામાં આવી હતી.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવાર જનોએ જોડાઈ આદીવાસી દિવસની ઉજવણી ને યાદગાર બનાવી હતી.
આ પ્રસંગે બિરસામુડા ચોક ખાતે આયોજિત ફંકશન કાર્યક્રમ મા રાજકીય સામાજિક આગેવાનો સહિત આદીવાસી ભીલ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિરસામુડા ની પ્રતિમાને ફુલહાર પહેરાવી આદીવાસી સમાજની પ્રગતિ અને ઉન્નતિ સાથે ખોટા ખચૉ અને કુરિવાજો ને તિલાંજલિ આપી સમાજને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લઈ જવા અપીલ કરી આદીવાસી ભીલ સમાજનો જયજયકાર કરવામા આવ્યો હતો.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300