રાધનપુરમાં ગટરનાં ગંદા પાણી જાહેર રોડ રસ્તા પર રેલાતા વેપારીઓ બન્યા પરેશાન..

રાધનપુરમાં ગટરનાં ગંદા પાણી જાહેર રોડ રસ્તા પર રેલાતા વેપારીઓ બન્યા પરેશાન..
Spread the love

રાધનપુરમાં ગટરનાં ગંદા પાણી જાહેર રોડ રસ્તા પર રેલાતા વેપારીઓ બન્યા પરેશાન..

પાલિકામાં અનેક રજૂઆત બાદ પરિણામ શૂન્ય…

ગુજરવાળાના નાકે થી રાજગઢી વિસ્તારમાં દુર્ગંધ યુકત ગટરનાં ગંદાં પાણી રોડ રસ્તા સહિત દુકાનો માં ફરી વળતા વેપારીઓ,રાહદારીઓ અને વાહનચાલકો બન્યા પરેશાન….

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ ગુજરવાળા નાકે થી રાજગઢી વિસ્તારમાં દુર્ગંધ યુકત ગટરનાં ગંદાં પાણી રોડ રસ્તા સહિત દુકાનો માં ફરી વળતા વેપારીઓ,રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન બન્યા છે.દુકાનદાર ડકાભાઈ અને અશોકભાઈ નાં જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ગટરનાં ગંદાં પાણી જાહેર રોડ રસ્તા પર વારંવાર રેલાઈ રહ્યા હોય પાલિકા સહિત મામલતદારને લેખીત અને મૌખિક રજુઆત કરી હતી છતાં આજદિન સુધી કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી.આ વિસ્તારના વેઓરીઓએ જણાવ્યું કે સાફ સફાઈ નો અભાવ છે તેમજ ગટરનાં ગંદાં પાણી ઠેર ઠેર ભરાઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

રાધનપુરમાં “સ્વચ્છ ભારત અભિયાન” નાં લીરેલીરા ઉડાવતી રાધનપુર નગર પાલિકા સામે લોકોનો વેપારીઓની આક્રોશ જોવા મળી રહ્યો છે.રાધનપુરના ગુજરવાળાના નાકે ગટર નું ગંદુ પાણી દુકાનો સહિત માર્ગ પર ભરાતા વાહનચાલકો, રાહદારીઓ અને વેપારીઓ ભારે પરેશાન બન્યા છે.રાધનપુરના ગુજરવાળાના નાકે થી લઈને રાજગઢી સુધી ગટરનાં ગંદા પાણી જાહેર માર્ગમાં રેલાઈ આવતા વેપારીઓ પરેશાન બન્યા છે. અહીંયા આ વિસ્તારમાં ગટરનું પાણી રસ્તા ઉપર ઉતરી આવવાનો વર્ષો જૂનો અને જટિલ પ્રશ્ન હોય કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ ઉઠી છે.

સ્થાનિક દુકાનદાર ડકાભાઈ અને અશોકભાઈ નાં જણાવ્યા અનુસાર પાલિકા ચીફ ઓફિસર સહિત મામલતદારને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી અને હાલમાં ચોમાસા ની ઋતું ચાલી રહી છે ત્યારે એકબાજુ વરસાદી પાણી અને સાથેજ આ ગટરનું પાણી મિક્ષ થઈને રોડ રસ્તા પર ઉતરી આવતા ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છીએ ગટરના ગંદા પાણી જાહેર માર્ગમાં ભરાઈ રહેતા અને દુકાનોમાં પાણી પહોચતા વેપારીઓનાં ધંધા રોજગારમા અસર વર્તાઈ રહી છે.ત્યારે ગટરનાં ગંદા પાણી જાહેર રોડ રસ્તા ઉપરથી દુકાનો માં ઘુસી આવતા ગ્રાહકો દુકાને ન આવતા હોવાની વિગતો સામે આવતા રાધનપુરમાં વેપારી વર્ગ પરેશાન જોવા મળતા પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.અને તાત્કાલિક ધોરણે ગટર ની સાફ સફાઈ કરી કાયમી ગટરનાં પ્રશ્નો નું નિવારણ લાવવા વેપારીઓની માંગ ઉઠી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!