વારાહીથી પીપરાળા સુધી આશરે 52 કિ.મી માં નેશનલ હાઈવે ઉપર ખાડાઓનું ઘોડાપૂર…

વારાહીથી પીપરાળા સુધી આશરે 52 કિ.મી માં નેશનલ હાઈવે ઉપર ખાડાઓનું ઘોડાપૂર…
Spread the love

વારાહીથી પીપરાળા સુધી આશરે 52 કિ.મી માં નેશનલ હાઈવે ઉપર ખાડાઓનું ઘોડાપૂર…

નેશનલ હાઈવે ઉપર મસમોટા મોટા ખાડાઓ નું સામ્રાજય,અકસ્માતની ભિતી

સાંતલપુર-રાધનપુર નેશનલ હાઇવે કચ્છને જોડતો હાઇવે વરસાદથી ધોવાતાં 52 કિમી જેટલું અંતર કાપવા વાહન ચાલકોને પરેશાની..

પાટણ જિલ્લાના સાંતલપુર-રાધનપુર નેશનલ હાઇવે કચ્છને જોડતો નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર મસ મોટાં મોટાં ખાડાઓ પડી જતાં વાહનચાલકો પરેશાન બન્યા છે. રાધનપુર થી આશરે 16 કિમી પછી વારાહીથી પીપરાળાના 52 કિલોમીટરના અંતરમાં વરસાદના કારણે રોડ ધોવાઈ જતા રોડ ઉપર અઢળક ખાડાઓ પડી ગયા છે. મોટા ખાડાઓ ઉપરાંત કપચી ઉખડવાથી તેમજ ઠેર ઠેર નાના મોટા ખાડાઓના કારણે રોડ બિસમાર બની જવા પામ્યો છે. આ બિસ્માર હાલતમાં નેશનલ હાઇવે બન્યો હોય 52 કિલોમીટર જેટલું અંતર કાપવામાં વાહનચાલકો સહિત અન્ય લોકોને મુસાફરી દરમિયાન અડધો કલાક વધુ લાગે છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની એજન્સી દ્વારા ટોલ ટેક્સ બુથ ઉપર તગડો ટેક્સ વસૂલાતો કરતા હોવા છતાં યોગ્ય કક્ષાના રોડની સુવિધા વાહન ચાલકોને ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણનાં રાધનપુર વારાહીથી પીપરાળા સુધીના 52 કિમીના અંતરમાં દર એક કિલોમીટરે મસ મોટા મોટાં ખાડાઓ જણાઈ રહ્યા છે જેને લઇને વાહન ચાલકો પરેશાન બન્યા છે અને એટલી હદે ખાડાઓ નું સામ્રાજય જોવા મળી રહ્યું છે કે અહીંયા આ રસ્તા ઉપર વાહન ટુટે તેવા મોટા ખાડાઓમાં ચાલકો પટકાઈને જ પસાર થઈ રહ્યા ચે. સીધાડા ગામ નજીક, સાંતલપુર નજીક, અને પીપરાળા ગામ નજીક હાઇવે વધુ બિસમાર બની ગયો છે. જેના કારણે વાહનોના ટાયર સ્લીપ ખાઈ રહ્યા હોય અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારમાં સાઈડમાં સફેદ પટ્ટા જ દેખાતા નથી હાઇવે પર સાઈડમાં સફેદ પટ્ટા મારેલ ના હોવાથી ક્યારેક વાહન રોડની સાઈડમાં પલટી ખાઈ જવાની સંભાવના દેખાઈ હતી.ત્યારે નેશનલ હાઇવે નાં રસ્તાઓ પર વહેલીતકે રીપેરીંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!