નવા રાજુવાડીયા ગામે ખેતરમાં કુવાનું રિપેરિંગ કરતા વીજકરંટથી યુવાનનું મોત
રાજપીપળા,
નાંદોદ તાલુકાના નવા રાજુવાડીયા ગામે ખેતરમાં હોવાનું સ્ટાર્ટર રિપેર કરતા વીજ કરંટ લાગવાથી યુવાનનું મોત નિપજયું છે આ બાબતે આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત અનુસાર રાજુવાડીયા ગામના શીવાભાઈ કાલીદાસભાઈ વસાવા (ઉં.વ. 50 નવા રાજુવાડીયા )ગામની સીમમાં ભૂરીયો ઉર્ફે રમેશભાઇ પટેલના ખેતરમાં આવેલ કુવાનું સ્ટાર્ટર રિપેર કરતા હતો, ત્યારે અચાનક વીજકરંટ લાગી જતાં તેનું મોત નીપજ્યું હતું. આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.