નર્મદા જિલ્લા પંચાયત – 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર કરી

Spread the love

રાજપીપળા,

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોય દેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ની જાહેર રજા રાખવા પત્ર લખ્યો હતો. ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનોએ પણ પ્રજાના જાહેર કરવાની માંગ કરી હતી. જેના અનુસંધાને આદિવાસી દિવસ ઉજવવા માટે નર્મદા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિએ ચેરમેન અમનાબેન કાંતિભાઈ વલવીએ નર્મદા જિલ્લા પંચાયતના હસ્તકની પ્રાથમિક શાળા માટે 9 મી ઓગસ્ટની રજા જાહેર કરેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગયા વર્ષે રજા જાહેર કરેલી હતી તે મુજબ શાળા-કોલેજના રજાઓ આપવા તથા શિક્ષકો દ્વારા બાળકો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા તેમ જ વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજી આદિવાસી દિવસની ઉજવણી કરવાનું જણાવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!