પાલીતાણા : હડમતિયા(માનવડ) પ્રા.શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

પાલીતાણા તાલુકાના હડમતિયા(માનવડ) પ્રા.શાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
ભૂમિ પૂજન કાર્યક્રમ “બટુકદાદા જલધારા” પાણીના પરબનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
આજ રોજ તા ૨૧/૧૦/૨૦૨૪ હડમતિયા પ્રા.શાળા ખાતે શ્રી પ્રમાણદાદા હસ્તક (ભદ્રાવળ વાળા) સ્વ.બટુકલાલ અમરતલાલ શાહનાં આત્માના પરમાર્થે “બટુકદાદા જલધારા” પાણીના પરબનું ભૂમિ પૂજન કરવામાં આવેલ,જેમાં હીરાબેન શાહ, હેમંતભાઈ શાહ, વૈશાલીબેન શાહ, દીપમ એચ.શાહએ શુભઆશિષ પાઠવેલ હતા તથા જણાવેલ હતું કે શાળા ઉપયોગી કાર્યમાં સહભાગી બનતા ખુશી અનુભવે છે. આ પ્રસંગે શાળામાં મધ્યાહ્ન ભોજન રસોડાનું તથા કમ્પાઉન્ડ વોલનું પણ ભૂમિ પૂજન કરવામાં આવેલ હતું, કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ શિહોર, ઘનશ્યામભાઈ ચભાડીયા,જયંતિભાઈ રાઠોડ,બાબુભાઈ મેર, મયુરભાઈ મેર, બટુકભાઈ ચૌહાણ,દલસુખભાઈ ડાખરા,ભરતભાઈ ખેર તથા પંકજભાઈ સાટીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
રિપોર્ટ : હરેશ જોશી – કુંઢેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300