રાધનપુર શહેરમાં જાહેર માર્ગો સહિત બજારમાં રખડતા ઢોરનો જમાવડો યથાવત્…

રાધનપુર શહેરમાં જાહેર માર્ગો સહિત બજારમાં રખડતા ઢોરનો જમાવડો યથાવત્…
રાધનપુરમાં રખડતાં ઢોર રસ્તા પર જોખમી બન્યા, ઢોર રસ્તા પર બેઠાં હોઇ વાહનચાલકો, રાહદારી, બાળકોને પસાર થવું જોખમી
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં જાહેર માર્ગો સહિત બજારમાં રખડતા ઢોરનો જમાવડો યથાવત્ જોવા મળી રહ્યો છે.રાધનપુર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ઢોર પકડવા અને ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવા બાબતે પાલિકા તંત્ર ચાલકચલાણું રમી રહ્યું હોય તેમ રખડતા ઢોર ઠેર ઠેર જગ્યા પર અડિંગો જમાવીને બેઠા છે તેમ છતાં તંત્ર દ્વારા પકડવાની કામગીરી દેખાવ પૂરતી કરાતી હોવાનું શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રાધનપુર શહેરી વિસ્તારમાં નગર પાલિકા દ્વારા ઢોર પાંજરે પુરવાની કામગીરી ગોકળગતિએ કરાઇ રહી છે.ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 500 કરતાં પણ વધારે રખડતાં ઢોર રસ્તા પર અડિંગો જમાવીને બેઠાં હોય વાહન ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો નાના બાળકોને માર્ગ પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે. રાધનપુર પંથકમાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે.
રાધનપુર શહેરમાં ભર બજારે આખલા યુદ્ધને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે તેમજ જાહેર રોડ રસ્તા પર અડિંગો જમાવી બેઠેલા અને રખડતા ઢોર રોડ રસ્તા ઉપર ઉતરી આવતા વાહન ચાલકોમાં અકસ્માત ની ભિતી સેવાઈ રહી છે.છતાં નઘરોળ પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી અને શહેરમાં તહેવાર ટાણે લોકો શહેરમાં ખરીદી અર્થે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે પાલિકા દ્વારા સત્વરે નિવારણ લાવવા લોકોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300