રાધનપુર સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ખાતે વીજળીનો વેડફાટ

રાધનપુર સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ખાતે વીજળીનો વેડફાટ
Spread the love

રાધનપુર સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ખાતે વીજળીનો વેડફાટ…

ચાલુ ફરજ દરમિયાન અધિકારીઓની ગેરહાજરી માં ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ જોવા મળ્યા.

અધિકારીઓની ઓફિસમાં ગેર હાજરી જ્યારે ઓફિસમાં પંખા,લાઈટો,એસી ચાલુ મૂકીને વીજળી નો વેડફાટ કરતા અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના દૃશ્યો..

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અનેક વાર સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ખાતે ઇલેક્ટ્રિક ઉપકરણો નો વેડફાટ કરતા કચેરી ચર્ચામાં રહી છે.ત્યારે ફરી વધુ એકવાર નર્મદા નિગમ કચેરી ખાતે અધિકારીઓની ગેર હાજરી દરમિયાન ઓફિસો માં ઇલેક્ટ્રીક ઉપકરણો ચાલુ જોવા મળ્યા હતા. ચાલુ ફરજ દરમિયાન અધિકારીઓની ઓફીસ ચેમ્બરમાં ગેર હાજરી જોવા મળી હતી અને ઓફિસો માં લાઈટો સહિત પંખા અને એસી ચાલુ જોવા મળ્યા હતા. ત્યારે સરકાર નાં નાણાં વેડફતા અને ઊર્જાનો બિનજરૂરી વપરાશ કરતા અધિકારીઓ સામે પગલાં ભરવા અરજદારો સહિત લોકોની માંગ ઉઠી છે.

રાધનપુરની નર્મદા નિગમ કચેરી ખાતે અગાઉ પણ ઘણીવાર ઊર્જાનો બિનજરૂરી વેડફાટ જોવા મળ્યો હતો.ત્યારે ફરી વધુ એકવાર કચેરીમાં અધિકારીઓની ગેર હાજરીમાં ઓફિસો ખુલ્લી જોવા મળી હતી જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે પંખા લાઈટો સહિત એસી ચાલુ હોવાનું સામે આવ્યું છે.ત્યારે મહત્વનું છે કે નર્મદા નિગમ કચેરી ખાતે ચાલુ ફરજ દરમિયાન અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ચાલુ ફરજ દરમિયાન ઓફિસ ને બદલે બહાર નીકળી ઓફિસો માં લાઈટો પંખા ચાલુ મૂકી વીજળીનો વેડફાટ કરતા જોવા મળ્યા હતા.ત્યારે અધિકારીઓની ગેર હાજરી હોઈ અરજદારોને પણ ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા હતા.જ્યારે આ બાબતે મીડિયા કર્મી કચેરીના ઉચ્ચ અધિકારીને વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે જે અધિકારી હાજર ન હોય તો ઓફિસ નો વિડિયો લઈ લો પરંતુ અધિકારીઓ સામે પગલાં ભરવાની વાત કરવામાં આવતી નથી ત્યારે મૌન સેવી રહેલા ઉચ્ચ અધિકારી પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!