અંબાજી મંદિરમા ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ વિવાદમા

અંબાજી મંદિરમા ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ વિવાદમા
Spread the love

અંબાજી મંદિરમા ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ વિવાદમા

અંબાજી મંદિરમા ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ વિવાદમા : હપ્તો આપી મૂળ જગ્યાઍ બે કર્મચારી આવ્યા હોવાની લોકો દ્વારા ચર્ચાઓ

અંબાજી : શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામા આવે છે. અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર દેશની આન બાન અને શાન તરીકે ઓળખાય છે.. ત્યારે આ મંદીર નો વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયાનો જોવા મળે છે. અંબાજી મંદિરમા ફરજ બજાવતા કાયમી કર્મચારીઓ કરતા હંગામી આઉટસોર્સિંગ કર્મચારીઓ ભારે વિવાદમા જોવા મળી રહ્યા છે.અંબાજી મંદિરમા અગાઉના ઇન્ચાર્જ વહીવટદાર તરીકે સિદ્ધિ વર્મા મંદિરનું સંચાલન કરતા હતા ત્યારે તેમને અંબાજી મંદિરમાં અલગ અલગ ટેબલો અને વિભાગો મા ફરજ આઉટસોર્સિંગ કર્મચારીઓ ની એક સાગમટે બદલી કરી હતી પરંતુ સૌથી નવાઇની વાત એ છે કે સિદ્ધિ વર્મા ની બદલી થતા 2 વિવાદીત આઉટસોર્સિંગ કર્મચારીઓ ફરી પાછા મૂળ જગ્યાએ હપ્તા આપીને આવી ગયા છે આવા વિવાદીત આઉટસોર્સિંગ કર્મચારીઓની આવકની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તો સૌથી મોટા કારનામા બહાર આવી જશે.

અંબાજી મંદિરમા પાછલા ઘણા વર્ષોથી એકજ જ્ગ્યાએ અને એકજ ટેબલ પર અડિંગો જમાવીને બેઠેલા આવા ખાઉધરા કર્મચારીઓ સૌથી મોંઘા સ્માર્ટફોન રાખે છે અને તેમના ટુ વ્હીલર અને ફોર વિલ્હર સહિત કરોડોની સંપતી બનાવીને માતાજીની આવકને નુકશાન કરાવી રહ્યા છે. અંબાજી મંદિર માં વર્ષોથી ફરજ બજાવતા હતા અને તેમની બદલી અન્ય જ્ગ્યાએ થઈ જતા એ અંબાજી મંદિર ના એક અધિકારીને ૩ લાખ આપીને પોતાની બદલી ફરીથી નિયમ વિરુદ્ધ મૂળ જગ્યા મા કરાવી છે. કોઇપણ મોટી પાર્ટી અંબાજી મંદિરમા ડાયરેક દાન આપે તો મંદિરને પુરા રૂપિયાનું દાન મળતુ હતુ પણ આ આવી પાર્ટીને માતાજીની ગાદી પર દાન લખાવવા માટે ફોર્સ કરે છે જેનાથી આ દાનની રકમ મંદીર મા માત્ર ૭૫ ટકા જમા થાય છે અને ગાદીપતિ ને ૨૫ ટકા રકમ ભાગની મળી જાય છે અને આવા કામ માટે ને ગાદીના મહારાજો ૫ ટકા કમીશન આપે છે.અંબાજી મંદિર ના કાયમી વહીવટદાર જોડે જેટલી મિલ્કતો નથી તેના કરતા વઘારે મિલ્કત આઉટસિંગ ના કર્મચારીઓ
એ બનાવી છે.અંબાજી મા લાખો રૂપિયાની મિલ્કત સહીત અમદાવાદ અને પાલનપુર મા લાખોની સંપત્તિ એકઠી કરી છે. આ સિવાય અંબાજી મંદિર ના સાહિત્ય વેચાણ કેન્દ્ર પર ફરજ બજાવતા વિપુલ દવેની બદલી પણ અન્ય જગ્યાએ થઈ હોવા છતા વિપુલ દવે દ્વારા સેટિંગ કરી આપીને ફરીથી સાહિત્ય વેચાણ કેન્દ્ર પર વિપુલ દવે આવી ગયો છે અને આ વિપુલ દવે વહીવટદાર જેટલો પાવર રાખે છે. અંબાજી ખાતે તેનો મોંઘો મોબાઇલ, તેની પત્ની નો મોંઘો મોબાઇલ, અલગ અલગ સભ્યોના ટુ વ્હીલર, અરટિંગા કાર, પાલનપુર મા મકાન અને અમદાવાદમા મકાન સહિત કરોડોની સંપતી બનાવી છે. અંબાજી મંદિરમાં ફરજ બજાવતા મોટાભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓ મોંઘા મોંઘા આઇફોન અને સેમસંગ ના મોબાઈલ વાપરે છે. આવા હંગામી કર્મચારીઓ નો પગાર ૧૨થી ૧૫ હજાર છે. અંબાજી મંદિરમા મીન રાશી વાળો કર્મચારી પણ મોટી મોટી પાર્ટીનાં ટચ મા હોઈ તેની ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસ આસપાસ જ નોકરી આવે છે. આ કર્મચારી મંદીરમા સીધા હોવાનુ નાટક કરીને કરોડોની સંપતી બનાવી છે. આખા ગુજરાતમા એસીબી ની રેડ પડે છે તો આવા કર્મચારી પર કેમ પગલા ભરવામા આવતા નથી

રીપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!