રાધનપુર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

રાધનપુર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:
ભાજપ અને કોંગ્રેસના 28-28 અને આપના 4 ઉમેદવારો મેદાનમાં, 16 ફેબ્રુઆરીએ મતદાન
રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 6 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના 5 અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. હવે કુલ 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી માટે કુલ 113 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 46 ફોર્મ રદ થયા અને 66 ફોર્મ મંજૂર થયા હતા. ત્યારે આજે આમઆદમી પાર્ટીના 6 અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે અંતિમ ચિત્ર મુજબ ભારતીય જનતા પાર્ટીના 28, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓ ઝંપલાવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી કાનજીભાઈ પરમાર, શંકરભાઈ ઠાકોર, જયાબેન સોની અને શહેર પ્રમુખ ડૉ. વિષ્ણુ ઝૂલાના પત્ની જાનકીબેન ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ ચૌધરી, ભાવનાબેન વિક્રમભાઈ જોશી, મનીષાબેન (દક્ષિણી) ઠક્કર અને હરેશભાઈ ઠક્કર જેવા અનુભવી નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારે છે તે જોવું રસપ્રદ રહેશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300