જૂનાગઢ : માછીમાર ભાઈઓએ સલામતી અને સુરક્ષા માટે તેમની વિગતો રજૂ કરવાની રહેશે

જૂનાગઢ : માછીમાર ભાઈઓએ સલામતી અને સુરક્ષા માટે તેમની વિગતો રજૂ કરવાની રહેશે
Spread the love

જૂનાગઢ જિલ્લામાં દરિયા તટે માચ્છીમારી કરતા માછીમાર ભાઈઓએ સલામતી અને સુરક્ષા માટે તેમની વિગતો રજૂ કરવાની રહેશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ચોરવાડ, માંગરોળ મરીન, શીલ ખાતેથી વહાણ/બોટો દરિયામાં માચ્છીમારી માટે જાય છે. અને મોટાભાગની વસ્તી માછીમારીના ધંધા સાથે સંકળાયેલ છે. ત્યારે અગાઉના બનાવોને ધ્યાને રાખી રાષ્ટ્રીય સલામતીને સ્પર્શથી બાબતોને વિચારીને વહાણ ગુમ થવા સંબધે વહાણના માલિક દ્વારા કોઈ સરકારી એજન્સી અધિકારી સમક્ષ વહાણ ગુમ થયાની જાહેરાત ન થાય તે બાબતે સખત વાંધાજનક બાબતો ધ્યાને આવી છે. જે સમયગાળા દરમિયાન વહાણ ગુમ રહ્યું હોય તે સમયે ગાળા દરમિયાન વહાણ કે વહાણના ક્રૂ મેમ્બરોનો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો હોય તે બાબત નકારી શકાય નહીં. આવી ઘટનાઓ અટકી શકે તે માટે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલ વહાણ/બોટ માલિકે ત્યારે પોતાનું વહાણ/બોટ વાતાવરણીય કારણોસર/ચાંચીયાઓ દ્વારા અપહરણ થવાના સમાચાર કે અન્ય કોઈ પણ કારણોસર વહાણ/બોટ ગુમ થાય કે બોટ/વહાણ સાથેનો તેનો માલિક નો સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ થયો ન હોય તો તે બાબતોને જાણ સંબંધિત સરકારની તમામ સરકારી એજન્સીને ફરજિયાત કરવી તે બાબતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દરખાસ્ત કરેલ હોય તે મુજબ બોટ/વહાણ દરિયામાં જાય ત્યારે સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ.ચૌધરી તેમને મળેલી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ (BNSS) ની કલમ ૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના વહાણ/બોટ માલિકોએ જ્યારે પોતાનું વહાણ/બોટ માચ્છીમારી માટે દરિયામાં જાય ત્યારે વાતાવરણીય કારણસર કે અપહરણ થવાના કારણસર કે અન્ય કોઈ કારણસર વહાણ બોટનો ગુમ થાય કે વહાણ/બોટ સાથેનો સંપર્ક નિશ્ચિત સમય માટે ન થતો હોય તો આઠ મુદ્દાના પત્રક સાથેની વિગતો બોટ માલિકોએ સરકારી એજન્સીને જાણ કરવાની રહેશે. જેમાં વહાણ બોટનું નામ, નંબર, વહાણ બોટ માલીકનું નામ સરનામુ અને નંબર, વહાણ બોટમાં રહેલ ટંડેલ ખલાસીના નામ સરનામાની વિગત, રવાના થયા તારીખ, પરત આવવાની સંભવીત તારીખ, અન્ય જરુરી વિગતો સામેલ છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાથી ૨૯ માર્ચ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNSS,૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે ક્રિશ ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!