શિવકુંજ ધામ -અધેવાડા ખાતે આજે માધ પૂર્ણિમાના દિવસે યોજાશે પ્રથમ પાટોત્સવ યોજાશે.

શિવકુંજ ધામ -અધેવાડા ખાતે આજે માધ પૂર્ણિમાના દિવસે યોજાશે પ્રથમ પાટોત્સવ યોજાશે.
Spread the love

શિવકુંજ ધામ -અધેવાડા ખાતે આજે માધ પૂર્ણિમાના દિવસે યોજાશે પ્રથમ પાટોત્સવ યોજાશે.

શિવકુંજ ધામ અધેવાડા, ભાવનગર ખાતે ભવનાથ મહાદેવ – ભૂરખિયા હનુમાનજી – સિદ્ધિ વિનાયકદેવનો પ્રથમ પાટોત્સવ આગામી મહા સુદ – પૂર્ણિમાંને તા. ૧૨- ૨ ને બુધ વારે ખુબ દિવ્યતાથી ભાવ પૂર્વક યોજાશે.
આ પ્રથમ પાટોત્સવમાં પ્રતિષ્ઠિત તમામ દેવોનું ષોડશોપચાર પૂજન અને પંચકુંડી યજ્ઞથી યજમાનો દ્વારા આહુતી અને આરતી કરવામાં આવશે.
શિવકુંજ આશ્રમ ખાતે પૂ. સંત શ્રી સીતારામબાપુના પાવન સાન્નિધ્યમાં આયોજીત આ પવિત્ર ઉત્સવ સફળ બનાવવા માટે પૂ. રામેશ્વરાનંદમયી માતાજી અને પૂ. વરુણાનંદમયી માતાજી સાથે શિવકુંજ પરિવાર તરફથી સૌ શ્રધ્ધાળુ ભક્તજનોને દર્શનાર્થે પધારવા વિનંતી કરવામાં આવી છે.

હાલમાં શિવકુંજ આશ્રમ ખાતે પાટોત્સવની શરૂઆત થઈ છે જેમાં દરેક દેવતાઓના સહસ્ત્રનામ અને અષ્ટોતર શતનામ સ્ત્રોત્ર સાથેની પૂજન વિધી ભૂદેવો દ્વારા ચાલી રહી છે.

આ પ્રસંગે શિવકુંજ પરિવારના સમગ્ર દેશમાં વસતા પરિવારજનો પધારશે.
દ્વારકા શારદા પીઠાધિશ્વર પશ્ચિમામ્નાય જગદગુરૂ શંકરાચાર્ય પરમ પૂજ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના કરકમળોથી પ્રતિષ્ઠિત થયેલ સ્ફટિક મણી શિવજી બિરાજે છે

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!