શંખેશ્વર : ખીજડીયાર ગામે થી 13 વર્ષની સગીરા નું અપહરણ..

શંખેશ્વર : ખીજડીયાર ગામે થી 13 વર્ષની સગીરા નું અપહરણ..
શંખેશ્વરના ખીજડીયાર ગામે સાકભાજી નો ધંધો કરતા પરીવાર ની 13 વર્ષની સગીરા નું થયું અપહરણ..
પાટણ જિલ્લાના શંખેશ્વરના ખીજડીયારી ગામ ખાતે રહેતા અને ગામમાં શાકભાજી નો ધંધો વેપાર કરી પરીવાર નુ ગુજરાન ચલવતા એક પરીવાર ની 13 વર્ષ ત્રણ મહીના અને 17 દીવસની સગીર વયની તેમની પુત્રીનુ અપહરણ થતાં પરીવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. આથી સગીરાના પીતાએ શંખેશ્વર પોલીસ સ્ટેસને ગુન્હો નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ખીજડીયારી ગામ ખાતે 13 વર્ષ ઉપરની સગીર વયની પુત્રી ના પીતા શાકભાજી નો ધંધો કરીને ઘરે આવ્યા ત્યારે તેમની પુત્રી કુદરતી હાજતે જવા પાણીનું ડબલુ ભરીને ગયેલી હતી પરંતુ ઘણો સમય થતાં પુત્રી ઘરે પરત ના આવતાં તેના પિતાએ ગામના બસ્ટેન્ડે તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે
એક રીક્ષા માં સંજયભાઈ હજુરજી ઠાકોરની પત્ની સોનલબેન અને તેમની આઠ વર્ષ ની દીકરી અને તેની સાથે એક દીકરી હતી તેવોને રીક્ષામાં શંખેશ્વર ખાતે ઉતાર્યા હતા આથી સગીરાના પીતાએ તેમની પુત્રી નો ફોટો રીક્ષા ચાલક ને બતાવ્યો તેથી રીક્ષા ચાલકે જણાવ્યું કે સંજયભાઈ ઠાકોર ની પત્ની સાથે આજ પુત્રી હતી આથી સગીરાના પીતા અને તેનો ભાઈ સંજયભાઈ ના ઘરે તપાસ કરતાં ઘરે કોઈ દેખાયું નહી તેથી સગીરાના ભાઈ એ સંજયભાઈ ને તેની પત્ની વીસે પુછતાં સંજયે જણાવ્યું કે હું તો એકલો રાધનપુર રીક્ષાનો હપ્તો ભરવા આવેલો છું મારી પત્ની ઘરે છે આથી સગીરાના પીતાએ સોનલબેન સંજયભાઈ ઠાકોર રહે ખીજડીયારી વાળા વિરુદ્ધ સગીર વયની તેમની પુત્રી ને લલચાવી ફોસલાવી અપહરણ કર્યાની ફરીયાદ શંખેશ્વર પોલીસ સ્ટેસને નોંધાવી હતી
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300