રાધનપુર નગર પાલિકા ચૂંટણી: ઉમેદવારો નું ભાવિ EVM માં શીલ : 56.57% મતદાન

રાધનપુર નગર પાલિકા ચૂંટણી: ઉમેદવારો નું ભાવિ EVM માં શીલ, 56.57% મતદાન સાથે મતદાન પ્રક્રિયા પૂર્ણ
રાધનપુરમાં EVM મશીન ખોરવાતા મતદારોમાં આક્રોશ,જિલ્લા કલેકટરએ કયુઁ બુથ નિરીક્ષણ
રાધનપુર મતદાર વોર્ડ ટોટલ 7 જેમાં બેઠક 28 સાથે કુલ મતદાર : 37,453, રાધનપુર : પુરુષ : 18,891, મહિલા : 18,556,અન્ય : 6
પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી..ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પુરું, સરેરાશ 62.07 ટકા મતદાન
પાટણ જિલ્લામાં વહેલી સવાર થી જ મતદાન શરુ થતાં મતદારો મતદાન કરવા બુથ પર પહોંચ્યા હતા તેમજ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી તેમજ હારીજ, સમી અને સિદ્ધપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન થયું હતું. ત્રણેય નગરપાલિકાઓમાં કુલ 164 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. હારીજ નગરપાલિકાની 24 બેઠકો માટે 57, ચાણસ્મા નગરપાલિકાની 24 બેઠકો માટે 47 અને રાધનપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7માં 4 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હતી.પાટણની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 62.07 ટકા મતદાન થયું હતું. જે આંકડા 7 થી 5 વાગ્યાના છે. 164 ઉમેદવારોનું ભાવિ EVM સીલ થયું છે.
રાધનપુર વિનય વિદ્યાલય વોર્ડ. નં. 7માં મશીન ખોરવાતા મતદારોમાં આક્રોશ,જિલ્લા કલેકટરએ કયુઁ બુથ નિરીક્ષણ:-
રાધનપુર ખાતે આવેલ વિનય વિદ્યાલય વોર્ડ. નં. 7 માં EVM મશીન ખોરવાતા મતદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેમજ EVM મશીન ક્ષતીગ્રસ્ત થવાનો મામલો સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતુ અને એક કલાક જેટલા સમય માટે EVM મશીન બંધ રહેતા મતદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો.જયારે આ બાબતે રાધનપુર મામલતદારને જાણ કરતા મામલતદાર EVM મશીન લઇ તાત્કાલિક ધોરણે વિનય વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા.
રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર સાત ની અંદર વિનય વિદ્યાલય ખાતે ઇવીએમ બંધ થતાં મતદારો વહેલી સવારે થી મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે મશીન ખોરવાતા કલાક જેટલા સમય બાદ evm મશીન પહોંચ્ચું હતુ જેણે લઈને તંત્ર સામે પણ સવાલો ઉભા થયાં છૅ. વિનય વિદ્યાલય ખાતે evm ખોરવાતા મતદાન કરવા આવેલા મતદારો કંટાળ્યા હતા. જયારે કલાક જેટલા સમય બાદ evm મશીન આવતા રાધનપુર વિનય વિદ્યાલય વોર્ડ. નં 7 મા મતદાન શરૂ કરવાની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વોર્ડ. નં.7માં કયુઁ મતદાન, રાધનપુરના પ્રાણ પ્રશ્નોને લઈને કર્યા પ્રહાર :
રાધનપુર કોંગ્રેશના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ મસાલી રોડ ખાતે આવેલ વલ્લભનગર સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા.રાધનપુર વોર્ડ નં.7મા રાધનપુરના કોંગ્રેશના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ મતદાન કયુઁ હતુ.જે અંતર્ગત મીડિયાના માધ્યમથી રાધનપુરના પ્રાણ પ્રશ્નો ગટર,પાણી, રોડ રસ્તાને લઈને રાધનપુરમાં મતદારો સમજી ગયા છૅ તેવા પ્રહાર કર્યા હતા.રાધનપુર વલ્લભનગર શાળાએ વોર્ડ નંબર સાતમા કોંગ્રેશના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ મતદાન કર્યું હતુ.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ કયુઁ મતદાન, રાધનપુર ન.પાલિકાની ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી :
રાધનપુરમાં મતદાન શરૂ થતાંની સાથે જ મતાધિકારનો ઉપયોગ કરતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી મતદાન કરવા પહોંચ્યા હતા.રાધનપુર ન.પા.ની ચૂંટણીના પર્વમા મતદાન કરતા રાધનપુરના ધારાસભ્યએ જીતની આશા વ્યક્ત કરી હતી. રાધનપુર વોર્ડ. નં. 7 વલ્લભનગર શાળા ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મતદાન કયુઁ હતુ.તેમજ રાધનપુર વાસીઓને પણ મતદાનની પવિત્ર ફરજ વહેલી તકે નિભાવી લોકશાહીનાં પર્વમાં સહભાગી થવા અપીલ કરી હતી
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300