ગુજરાતના સૌથી જૂના જ્ઞાતિ સામાયિક તપોધનનનું અમદાવાદ ખાતે લોકાર્પણ…

ગુજરાતના સૌથી જૂના જ્ઞાતિ સામાયિક તપોધનનનું અમદાવાદ ખાતે લોકાર્પણ…
તપોધન બ્રાહ્મણોની પ્રાચીન સંગઠન સંસ્થા શ્રી તપોધન બ્રાહ્મણ મહાસભા દ્વારા પ્રસિદ્ધ ગુજરાતના સૌથી જૂના જ્ઞાતિ સામાયિક તપોધનનનું અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. મોટીવેશનલ સ્પીકર શ્રી સંજય રાવલ, તપોધન મહાસભાના પ્રમુખ વસંત જોશી, સતારા મહાસભાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિલીપ રાવલ ડો. કનુભાઈ રાવલની નિશ્રામાં ઘણા વર્ષોથી અનિયમિત અને બંધ પડેલા સામાયિકને સમાજજનોને ફરી અર્પણ કરાયું. તપોધન માસિકના તંત્રી રાજેન્દ્ર રાવલ અને વ્યવસ્થાક શ્રી દીપક રાવલ પ્રસંશાને પાત્ર છે.
શ્રી તપોધન બ્રાહ્મણ મહાસભા દ્વારા પ્રકાશિત શતાબ્દી વટાવી ચૂકેલા સમાજના વિચારપત્ર તપોધન સામાયિકનો લોકાર્પણ કાર્યક્રમ આજે અમદાવાદ ખાતે યોજાયો. મહાસભાના મેરેજિંગ ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ રાવલ મહાસભાના ટ્રસ્ટી ડૉ. કનુભાઈ રાવલ, રમેશભાઈ ઠાકર ગાંધીનગર અને ઉપપ્રમુખ શ્રી સુનિલ આત્મારામ રાવલ, મહામંત્રી શ્રી સતિષ ભટ્ટની ઉપસ્થિતિમાં તપોધન મુખપત્રનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તપોધન મહાસભાના પ્રમુખ વસંત જોશી સતારા મહારાષ્ટ્રએ મોટી સંખ્યામાં લોકોને મહાસભામાં જોડાવા અને સમાજની આ પ્રાચીન સંસ્થાને મજબૂત કરવા અનુરોધ કર્યો હતો. તપોધન મુખપત્રના તંત્રીશ્રી રાજેન્દ્ર રાવલ અને વ્યવસ્થાપક દિપક રાવલે મુખપત્રનું ભાવાવરણ કર્યું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300