પંદર ગામ રાજપૂત સમાજ ના ૨૮ મા સમૂહલગ્ન મહોત્સવ માં ૨૨ નવદંપતિ એ પ્રભુતામાં પગલાં માંડ્યા

પંદર ગામ રાજપૂત સમાજ ના ૨૮ મા સમૂહલગ્ન મહોત્સવ માં ૨૨ નવદંપતિ એ પ્રભુતામાં પગલાં માંડ્યા.
….. શ્રી પંદર ગામ રાજપૂત સમાજ ના ૨૮ માં સમૂહ લગ્નોત્સવ નુ આયોજન તા. ૧૬ફેબ્રુઆરી ૨૦૨૫,રવિવાર ના રોજ વિહાર ચાર રસ્તા ખાતે આવેલ રાજપૂત સમાજ વાડી ખાતે કરવામાં આવ્યુ હતું. સમૂહ લગ્ન માં ૨૨ નવદંપતિ એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા . રાજપૂત સમાજ ના દાતાઓ દ્વારા દીકરીબાઓ ને દાન ભેટ આપવામાં આવી હતી. જેમાં સોના ચાંદી ની વસ્તુઓ, સંપૂર્ણ રસોડા સેટ, ફર્નિચર સેટ, ડિનર સેટ, કાંસાની થાળી, વાટકી ગ્લાસ, સહિત ઘરવખરી ની તમામ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ કરવામાં આવી હતી. ૨૮ માં સમૂહ લગ્નોત્સવ માં સંપૂર્ણ ભોજન દાતા ભાટી લાલસિંહ ભીખાજી બાલુજી, પાનેતર. દેવડા વિનુબા ધનુજી જીવણજી, ફર્નિચર સેટ ૧૧ ગોહિલ શંકરજી પ્રતાપજી, સ્ટીલ પુરત સેટ ૧૦ ઝાલા હર્ષદસિંહ પ્રભાત સિંહ, ચાંદી મંગળસૂત્ર દેવડા રમેશસિંહ કાળુજી, ટ્રોલી બેગ ખેર કાળુજી લાલજી સોજા, દરેક વરધાડીયા ૧-૧ જોડી કાપડ પૂજનીય પ્રવિણમાડી, કરિયાવર સેટ ૨. ધર્મેન્દ્ર સિંહ બારડ દ્વારા આપવામાં આવેલ હતા. આ સમૂહલગ્ન માં સમાજ ના દિશાસૂચક અને વિજાપુરના ધારાસભ્ય શ્રી ડો. સી.જે.ચાવડા, જયરાજસિંહ પરમાર,શ્રી કિરપાલસિંહ બી ચાવડા ભામાશા, શ્રી તૃપ્તીબા એમ રાઓલ મહિલા પ્રમુખ રાજપૂત સંકલન સમિતિ, શ્રી સહદેવસિંહ પરમાર,શ્રી વી.ડી.ઝાલા ,શ્રી કરણસિંહ ચાવડા વગેરે પ્રસંગ ને અનુરૂપ મનનીય ઉદબોધન કર્યું હતું. સમારંભ ના પ્રમુખ શ્રી હરિસિંહ રાજપૂત લણવા એ નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહલગ્ન મહોત્સવ ને સફળ બનાવવા સમાજના પ્રમુખ/મંત્રી, કારોબારી સભ્યો, સમાજના આગેવાનો, સમાજના ઘરેણા સમાન દાતાશ્રીઓ, માતાઓ/બહેનો,વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓના ઇનામ દાતા શ્રી કેસમાકુવરબા, શ્રી જયસિંહ જયદીપસિંહ પરમાર દવારા કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન મહોત્સવ ને સફળ બનાવવા મંત્રી શ્રી કિરીટસિંહ ચંદુજી રાજપૂત અને શ્રી મેહુલસિંહ ઈશ્વરસિંહ પરમાર અથાક મહેનત કરી હતી. કાર્યક્રમ નું સુંદર સંચાલન ગોવિંદ સિંહ રાજપૂતે કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300