રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે શૈક્ષણિક કાર્યની સાથે વસંતોત્સવ યોજાયો…

રાધનપુરની નાલંદા વિદ્યાલય ખાતે શૈક્ષણિક કાર્યની સાથે વસંતોત્સવ યોજાયો…
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાલંદા વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્યની સાથે બાળકોના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનાં પરિણામ સ્વરૂપ શાળાનો વાર્ષિકોત્સવ “વસંતોત્સવ” ઉજવાયો હતો.
જે આ વસંતોત્સવ કાર્યક્રમ દરમિયાન શિલ્ડ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાર્ષિક અંક “પ્રેરણા” વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહી વિધાર્થીઓને ઉત્સાહ અને પ્રોત્સાહન આપવા કાર્યક્રમના અધ્યક્ષ પરબતભાઈ ચૌધરી પ્રમુખ, વિવેકાનંદ વિકાસ મંડળ, રાધનપુર સહીત મુખ્ય મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા તેમજ વિશેષ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન અને શિલ્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300