સમી આઇ.યુ.બી કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓનૉ વિદાય સમારોહ યોજાયો…

સમી આઇ.યુ.બી કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓનૉ વિદાય સમારોહ યોજાયો…
શાળા શિક્ષકગણ દ્વારા ધોરણ 10 ધો.12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવ ઉજવાયો..
પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સમી ની પ્રખ્યાત સમી આઈ યુ બી કન્યા વિદ્યાલય શાળા માં શાળા શિક્ષકગણ દ્વારા ધોરણ 10 તેમજ 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. જેમાં વિદ્યાર્થીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભ કામના માટે વિદ્યાર્થીનીઓ ને વિદાય આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં શાળા વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકાર ના નાટક ભજવી ને પોતાના માં રહેલ કલા સંસ્કૃતિ ના દર્શન કરાવેલ અને નશા થી વ્યસન થી લોકો દૂર રહે તે માટે વ્યશન થી ઘરમાં વ્યશનની વ્યક્તિના કારણે પરિવાર ને કેટલી તકલીફ પડે છે,તેને માટે આમ નાગરિકો ને ઉજાગર કરતું વ્યસન મુક્તિ નાટક સૌ ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના પુસ્પાબેન ઠાકોર, આઇ યુ બી કન્યા વિદ્યાલય ના ટ્રસ્ટી સોમાભાઇ પટેલ, પાટણ જિલ્લા હોમ ગાર્ડ કમાંડર સંજયભાઈ ઠાકોર, સમી માધ્યમિક શાળા ના આચાર્ય ઘનશ્યામસિંહ વાઘેલા,મજીદભાઈ સૈયદ, ઇમરાન ભાઈ સૈયદ, પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના પેરા લિગલ વોલેટીયર ભીખાલાલ પરમાર , મુસ્તુફા ભાઈ મેમણ ,વિરમજી ઠાકોર, આર્ટસ કોલેજ ના પ્રોફેસરઓ ,ડોક્ટર ડેની તેમજ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. આઈ યુ બી કન્યા વિદ્યાલય ના આચાર્ય નિમીશાબેન પરમાર દ્વારા હાજર રહેલ સૌ વિદ્યાર્થી, ગ્રામજનોનો આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300