રાધનપુર હાઇવે ઉપર વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત.

રાધનપુર હાઇવે ઉપર વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત.
Spread the love

રાધનપુર હાઇવે ઉપર વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત..

મૃતક ભરતભાઈ રામભાઈ પંચાલ, પરા વિસ્તારનો યુવક કામ અર્થે બાઈક પર પસાર દરમિયાન અકસ્માત સર્જાયો .

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અકસ્માતની ઘટના આવી સામે રાધનપુર શહેરના પરા વિસ્તારમાં રહેતો યુવક બાઈક લઈને રાધનપુર પાલનપુર હાઇવે પરથી પસાર થતો હતો. જે દરમિયાન વાહનની ટક્કર વાગતાં તેનું મોત નિપજ્યું હતું.

રાધનપુરના પરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ રામભાઈ પંચાલ રવિવારના બપોરના સમયે કામ અર્થે પોતાના બાઇક પર રાધનપુર પાલનપુર હાઇવે પરથી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન દ્વારા બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલક યુવક હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી.જોકે અકસ્માતની જાણ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. અને લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવકને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરો દ્વારા તપાસ કરતાં તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. હાઇવે પર બનેલ અકસ્માતની ઘટનામાં યુવકના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતાં મૃતકના સગા સબંધીઓ તેમજ મિત્રવર્ગ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!